Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

આતંકનો આકા હાફિઝ કંગાળ થયો : આતંકવાદીઓ પાસે નોકરી કરાવશે

ચીન સમર્થિત કોરિડોરમાં તોઇબાના માણસોને નોકરી માટે મોકલશે

ઇસ્લામાબાદ તા. ૨૨ : પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને પાકિસ્તાનમાં રહેતા આતંકના આકા હાફિઝ સઈદ સાથે મળીને કાયમ નવા-નવા ષડયંત્ર રચતા રહે છે. ગુપ્તચરોને મળેલી જાણકારી અનુસાર, પાકિસ્તાન હવ લશ્કરના આતંકવાદીઓને આર્થિક ફંડ આપવા માટે નવી ચાલ ચાલી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લશ્કરની પાસે આ સમયે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ફંડની અછત છે. ફંડ એકત્ર કરવા માટે હાફિઝ સઈદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા ઈકોનોમિક કોરિડોર અર્થાત સીપીઈસી પ્રોજેકટમાં પોતાના ટેકનોક્રેટને જોડીને પૈસા કમાવવાનો પ્લાન તૈયાર કર્યો છે.

આ માટે હાફિઝ સઈદે આઈએસઆઈની મદદ લઈને ૨૬-૧૧દ્ગક્ન માસ્ટર માઈન્ડ અબ્દુલ રહમાન મક્કીને પ્રોફેસર તરીકે નિયુકત કર્યો છે. જે પીઓકેના અલગ-અલગ વિસ્તારોમાં ૩૦૦ ટેકનોક્રેટ અર્થાત લશ્કર અને જમાત-ઉદ-દાવાના લોકોને ટ્રેન્ડ કરશે. કોર્સ કરાવ્યા બાદ એમને ચીનની મદદથી બની રહેલા પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં નોકરી કરવાનું કહેવાયું છે.

૩૦૦ પાકિસ્તાની એન્જિનિયર જેમને આવનારા દિવસોમાં પાછલા બારણે ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા સીપીઈસી પ્રોજેકટમાં ભરતી કરવામાં આવશે. એના થકી પૈસાનો એક હિસ્સો જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોયબાને અપાશે.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવાને સંપૂર્ણ રીતે ઉત્ત્।ેજન આપવા કેટલાયે પગલાં ભરી રહી છે. જાણકારોનું કહેવું એમ પણ છે કે, પાકિસ્તાન નાના-નાના ટ્રસ્ટ બનાવીને જમાત-ઉદ-દાવા અને લશ્કરે-એ-તોયબાને ફંડ અપાવવામાં મદદ કરી રહ્યું છે.

હકીકત એ છે કે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાનમાં જમાત-ઉદ-દાવાના કેટલાયે ટ્રસ્ટ પર આર્થિક પ્રતિબંધ છે. જેના કારણે એ ટ્રસ્ટમાંથી પૈસા ઉપાડી શકાતા નથી અને પૈસા મોકલી શકાતા નથી. એના કારણે હાફિઝ સઈદ અને એના સાગરિતો નવા નાના-નાના ટ્રસ્ટ બનાવીને પૈસા એકત્ર કરવાની શોધમાં છે.

(10:20 am IST)