Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ઇઝરાયેલના PM નેતન્યાહૂના પત્ની પર ઘડાયા આરોપ : ઘરેલુ ખર્ચમાં કર્યું ફ્રોડ

જેરૂસેલમ તા. ૨૨ : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહૂના પત્ની સારાને પોલીસની એક લાંબી તપાસ બાદ ફ્રોડ અને વિશ્વાસઘાતના મામલાઓમાં આજે આરોપિત કરવામાં આવ્યાં. ન્યાય મંત્રાલયે કહ્યું છે કે તેમણે ઘરેલુ ખર્ચોમાં ફ્રોડ આચર્યું. જેરુસેલમ જિલ્લા અભિયોજકે થોડા સમય પહેલા વડાપ્રધાનના પત્ની વિરુદ્ઘ આરોપનામું દાખલ કર્યું હતું. ગત વર્ષ જાહેર કરાયેલા આરોપોમાં કહેવાયું હતું કે નેતન્યાહૂના પત્ની અને એક સહયોગીએ ખોટી જાણકારી આપી કે વડાપ્રધાનના અધિકૃત નિવાસસ્થાનમાં કોઈ રસોઈયો નથી અને તેમણે સરકારી ખર્ચે બહારથી કેટરર મંગાવવાનો આદેશ આપ્યો.

ન્યાય મંત્રાલયે કહ્યું કે આ બદલ ૯૭૦૦૦ ડોલરકથી વધુ ખર્ચે થયો. જો કે તેમણે કોઈ ખોટુ કામ કર્યું હોવાની વાતનો ઈન્કાર કર્યો. તેમ ના પતિ ઉપર પણ ભ્રષ્ટાચારની આશંકાને લઈને તપાસ ચાલી રહી છે. એક કેસમાં નેતન્યાહૂ અને તેમના પરિવારના સભ્યો પર નાણાકીય કે અંગત ફાયદાના બદલામાં લકઝરી સિગાર, શેમ્પેઈન અને દાગીના લેવાની શંકા છે. બીજી બાજુ અન્ય એક કેસમાં તપાસકર્તાઓને શંકા છે કે વડાપ્રધાન એક ટોચના ઈઝરાયેલ અખબાર પાસે વધુ કવરેજની માંગણી કરતા એક સમજૂતિ કરવાની કોશિશ કરી રહ્યાં છે.

ઈઝરાયેલી મીડિયાનું કહેવું છે કે પોલીસ  દેશની મોટી દૂરસંચાર કંપનીની સંલિપ્તાવાળા ભ્રષ્ટાચાર મામલાની તપાસ મામલે વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહૂની પૂછપરછ કરી રહી છે. સેના રેડિયો અને અન્ય એક મીડયાને કહ્યું કે પોલીસે નેતન્યાહૂના ઘરમાં પ્રવેશ કર્યો. રિપોર્ટ મુજબ નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂની અલગ સ્થાને પૂછપરછ થઈ રહી છે.

અત્રે જણાવવાનું કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહૂ ૧૪ જાન્યુઆરીના રોજ ૬ દિવસના ભારત પ્રવાસે આવ્યાં હતાં. તેમની સાથે પત્ની સારા નેતન્યાહૂ પણ હતાં. તેમણે ભારત સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યાં. પોતાના પ્રવાસ દરમિયાન નેતન્યાહૂ ગુજરાત અને યુપીની મુલાકાતે ગયા હતાં.

(10:18 am IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST

  • રણવીર-દીપિકા 10 નવેમ્બરે કરશે લગ્ન? : મુંબઇમાં વહેતી થયેલી વાતો અનુસાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 10 નવેમ્બર, 2018ના રોજ લગ્ન કરશે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે. જેમાંનું એક ફંક્શન દીપિકાના હોમટાઉન બૅન્ગલોરમાં યોજાશે. બન્નેનાં લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણે થશે. થોડા દિવસ પહેલાં દીપિકા પોતાની મમ્મી સાથે મુંબઈની એક દુકાનમાં જોવા મળ્યા બાદ ફરી એક વાર તેમનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. access_time 5:44 pm IST