Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

પ્લેનમાંથી પેસેન્જરોને નીચે ઉતારવા ક્રુએ કર્યું ઉદ્વત વર્તન

એર-કન્ડિશનિંગ બ્લોઅર ફુલ બ્લાસ્ટમાં ચાલુ કર્યું, અમુક લોકોને ઉલટીઓ અને અમુકને ગૂંગળામણ થઇ

કોલકતા તા. રર : બુધવારે એર એશિયા(ઇન્ડિયા)ની કલકતાથી બગડોરાના ફલાઇટ સાડાચાર કલાક મોડી પડતા કેટલાક પ્રવાસીઓએ એરલાઇનના સ્ટાફના બેફામ અને ઉધ્ધત વર્તનની ફરીયાદ નોંધાવી હતી. બુધવારે સવારે નવ વાગ્યે રવાના થનારી ફલાઇટ શરૂઆતમાં અડધો કલાક મોડી પડી હતી અને ત્યાર પછી પ્રવાસીઓની પરેશાની શરૂ થઇ હતી.

એ ફલાઇમાં પ્રવાસ કરનાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (ICC)ના એકિઝકયુટિવ ડિરેકટર (પશ્ચિમ બંગાળ) દીપનકરરાયેએર ઉદ્ધત વર્તન વિશે જણાવ્યું હતું કે 'બે કલાકના વિલંબ પછી સ્ટાફે પ્રવાસઓને સાવ ઉદ્ધતાઇથી પ્લેનમાંથી નીચે ઉતરવાનું જણાવ્યું હતું. સવારે નવ વાગ્યે રવાના થતી ફલાઇટ શરૂઆતમાં અડધો કલાક મોડી પડી હતી. ત્યારે પછી મુસાફરોએ ફલાઇટ બોર્ડ કર્યા પછી બધાને દોઢ કલાક સુધી પ્લેનમાં ભુખ્યા-તરસ્યા બેસાડી રાખવામાં આવ્યા હતા. ફલાઇટના કેપ્ટને કોઇ પણ કારણ જણાવ્યા વગર પ્લેનમાંથી ઉતરી જવાનું કહ્યું હતું. બહાર ભારે વરસાદ પડતો હોવાથી પ્રવાસીઓએ ઉતરવાનો ઇનકાર કર્યો ત્યારે ફલાઇટના કેપ્ટને વિચિતર રસ્તો અપનાવ્યો હતો. પ્રવાસીઓને બહાર કાઢવા માટે એર-કન્ડિશનિંગ બ્લેઅર ફુલ બ્લાસ્ટમાં ચાલુ કર્યું હતું. પ્લેનમાં ભરપુર ધુમ્મસ સાથે ગુંગળામણ ફેલતા ડરામણો માહોલ સર્જાયો હતો ઘણી મહિલાઓને સર્જાયો હતો. ઘણી મહિલાઓને ઉલટી થવા માંડી હતી અને બાળકો રડવા માંડયા હતા.'

(10:16 am IST)