Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કાશ્મીર ખીણમાં આતંકવાદીઓનો ખાત્મો કરવા NSG કમાન્ડો પણ તૈનાત

ઓપરેશનમાં સીઆરપીએફ અને સેનાની સાથે NSG કમાન્ડો પણ જોડાશે : ઓછા સમયમાં જાનમાલની રક્ષા સાથે આતંકીઓને ફૂંકી મરાશે

નવી દિલ્હી ;કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના સફાયા માટે વ્યાપક પગલાંનો પ્રારંભ કર્યો છે જેમાં જમ્મુ અને કાશ્મીરમાં NSGની હાઉસ ઇનવેંશન ટીમને જમ્મુ અને શ્રીનગરમાં તૈનાત કરાશે જમ્મુ કાશ્મીરમાં જનાર NSG કમાન્ડોની ટીમની જવાબદારી આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયાલે લોકોને મુક્ત કરાવવા માટેની થશે. ઉપરાંત ખીણમાં આતંકવાદીઓની વિરુદ્ધ થનાર ઓપરેશનમાં હવે CRPF અને સેનાની સાથે NSG કમાન્ડો પણ જશે.

  ગૃહમંત્રાલયના સુત્રો અનુસાર જમ્મુ -કાશ્મીરમા એનએસજી કમાન્ડોની ટીમની પસંદગી કરી લીધી છે અને તમામ કમાન્ડોને ટ્રેનિંગ માટે બીએસએફના હુમહમા કેમ્પ ખાતે મોકલાયા છે જ્યાં બીએસએફનાં અનુભવ પ્રાપ્ત શિક્ષકો એનએસજી કમાન્ડોને જમ્મુ કાશ્મીરની ભૌગોલિક પરિસ્થિતી, દુર્ગમ વિસ્તારમાં ઓપરેશન દરમિયાન આવનારી અડચણો અને ઓપરેશન દરમિયાન સામે આવનાર પરિસ્થિતીઓ સામે લડવા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

 તેમણે જણાવ્યું કે, ખીણમાં NSGની ફરજનો મુખ્ય ઇરાદો આતંકવાદીઓનો ખાત્મો જરૂરી છે, પરંતુ તેને આ વાતનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ કયા પ્રકારે જાન માલની હિફાજત કરતા ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે આતંકવાદીઓને ઠાર કરી શકે છે 

(3:48 pm IST)