Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

હવે રેલવેમાં ''ટ્રેન કેપ્ટ્ન'' યોજના :પ્રવાસીઓનું સુવિધા અને સુરક્ષાની દેખરેખ રાખશે

આગ્રા ડિવિઝનથી પસાર થતી ટ્રેનો પર તૈનાત કરવામાં આવશે.ટ્રેન કેપ્ટ્ન

 

નવી દિલ્હી :ભારતીય રેલ્વે હવે યાત્રા દરમિયાન પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે 'ટ્રેનકેપ્ટન' યોજના શરૂ કરવા જઇ રહી છે. યોજના રેલ્વેનુ આગ્રા ડિવિઝન સપ્તાહથી શરૂ કરશે. યોજના અંતર્ગત વરિષ્ઠ કર્મચારીઓને 'ટ્રેનકેપ્ટન' બનાવવામાં આવશે. કેપ્ટન પ્રવાસીઓની સુરક્ષા અને આરામદાયક યાત્રા સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

  આગ્રા ડિવિઝનના પીઆરઓ સંચિત ત્યાગીએ કહ્યુ હતુ કે ટિકિટ ચેકિંગ સ્ટાફના સૌથી વરિષ્ઠ સભ્યને ટ્રેન કેપ્ટન બનાવવામાં આવશે.તેમનુ કામ પ્રવાસીઓની સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવાનુ હશે.તેમને આગ્રા ડિવિઝનથી પસાર થતી ટ્રેનો પર તૈનાત કરવામાં આવશે.

  અધિકારીઓએ કહ્યુ છે કે ટ્રેનની પૂરી જવાબદારી ટ્રેન કેપ્ટનની હશે. સંચિત ત્યાગીએ કહ્યુ હતુ કે યોજના પ્રવાસીઓની આરામદાયક અને સુરક્ષિત યાત્રાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. આગામી સપ્તાહમાં ઉત્તર સેન્ટ્રલ રેલ્વેના આગ્રાના ડીઆરએમ દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે.

(12:00 am IST)