Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જો નવજાત બાળકોને બોટલથી દૂધ પીવડાવશો તો જે રીતે બોટલ ફુટી જશે તેવી રીતે બાળકોનું નસીબ પણ ફુટી જશેઃ ફીગર બગડવાની ચિંતામાં મહિલાઓ સ્‍તનપાન કરાવતી નથીઃ આનંદીબેન પટેલ

ઇન્દોરઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું કે નવા જમાનાની શહેરી માતાએ હજુ પણ એવા ભ્રમમાં છે કે સ્તનપાન કરાવવાથી તેમનું ફિગર બગડી જશે. તેમણે માતા-બાળકના સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય આહારની વાત કરી.

આનંદીબેને કાશીપુરી સ્થિત આંગણવાડી કેન્દ્રમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, “હવે શહેરની છોકરીઓને એવું લાગે છે કે તેમનું ફિગર બગડી જશે.. માટે તેઓ બાળકોને પોતાનું દૂધ નથી પીડવડાવતી. તેઓ બોટલથી દૂધ પીવડાવવા લાગી છે.આનંદીબેને સ્તનપાનનું મહત્વ રેખાંકિત કરીને કહ્યું, “જો બાળકોને બોટલથી દૂધ પીવડાવશો તો જે રીતે બોટલ ફૂટી જાય છે, રીતે તેમનું (બાળકનું) નસીબ ફૂટી જશે.

MPના રાજ્યપાલે કહ્યું કે ગર્ભવતી મહિલાઓ અને માતા-બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય અને પૌષ્ટિક આહાર જરુરી છે. તેમણે ગર્ભવતી મહિલાઓને સલાહ આપી કે તેઓ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આંગણવાડી કેન્દ્રમાં પોતાની નોંધણી કરાવે. તેમણે મહિલાઓને કેન્દ્ર સરકારની વડાપ્રધાન ઉજ્જવલા યોજનાનો લાભ ઉઠાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.

(12:00 am IST)