Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ભીષણ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ઘણા સ્થળોએ જોરદાર વાવાઝોડા બાદ વરસાદ: 12 ફ્લાઇટ્સ ડાયવર્ટ

દૌલતાબાદ ફીડર ફેલ થતા વીજળી સંકટ વધુ ઘેરી બન્યું:ફીડર ફેલ થતાં સેક્ટર-4 અને 9માં પાવર હાઉસ બંધ કરી દેવાયું

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં આજે ભીષણ ગરમી વચ્ચે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં ઘણા સ્થળોએ જોરદાર વાવાઝોડા બાદ વરસાદ વરસ્યો છે જેના પગલે ખરાબ હવામાનને કારણે દિલ્હીમાં 12 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. બીજી તરફ, ગુરુગ્રામમાં જોરદાર વાવાઝોડાને કારણે દૌલતાબાદ ફીડર ફેલ થતા વીજળી સંકટ વધુ ઘેરી બન્યું છે એટલું જ નહીં ફીડર ફેલ થતાં સેક્ટર-4 અને 9માં પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંથી ઘણી કોલોનીઓમાં વીજળી પૂરી પાડવામાં આવે છે.

   હવામાન વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ, મધ્ય, નવી, પૂર્વ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં લગભગ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. જ્યારે એનસીઆર (બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપૌલા, નોઈડા) ગોહાના, ગનૌર, હાંસી, સિવાની, સોનેપત, તોશામ, ચરખી દાદરી, મટ્ટનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી (હરિયાણા), કાંધલા, ખતૌલી, બરૌત, મોદીનગર, બાગપટ , કિથોર અને ગઢમુક્તેશ્વરમાં પણ વાવાઝોડા અને વરસાદના અહેવાલ છે.

(12:00 am IST)