Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનાના બીજા તબક્કા માટે તૈયાર રહેજો WHOની ચેતવણી

ઓછી આવકવાળા દેશમાં સંક્રમણ ફેલાવાની ચિંતા

જીનિવા તા. રર : વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો. માઇક રેયાને કહ્યું કે હાઇડ્રોકિસકલોરોકિવન કે કલોરોકિવનનો ઉપયોગ માત્ર કિલનિકલ ટ્રાયલ પૂરતો થવો જોઇએ. આ બન્ને દવાનો ઉપયોગ ઘણી બીમારીની સારવારમાં થઇ રહ્યો છે. એ કોરોનાની સારવાર માટે પણ અસરકારક સાબિત થઇ છે, પરંતુ સાઇડ ઇફેકટને જોતાં એનો ઉપયોગ માત્ર કિલનિકલ ટ્રાયલ માટે થવો જોઇએ. ડો. રેયાને કહ્યું કે ઘણા દેશોમાં આ દવાનો ઉપયોગ મર્યાદિત કરી દેવાયો છે. એને મેડિકલ એકસપર્ટની દેખરેખમાં માત્ર કોરોનાની હોસ્પીટલમાં ઉપયોગ થઇ રહ્યો છે. જો કે દરેક દેશની ઓથોરિટીનું કામ છે કે આ દવાનો ઉપયોગ કરવો કે ન કરવો એનું મુલ્યાંકન કરવામાં આવે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેકટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસના કહેવા મુજબ વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે લાંબો રસ્તો કાપવાનો છે. તેઓએ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવનાર દેશો વિશે ચિંતા વ્યકત કરી છે અને કહ્યંુ છે કે છેલ્લા ર૪ કલાકમાં ૧ લાખ ૬ હજાર નવા કેસ નોંધાયા છે. એમાંથી ચાર દેશમાં સૌથી વધારે કસ નોંધાયા છે.

(10:16 am IST)