Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અલગ સ્તનપાન રૂમવાળું દેશનું પ્રથમ સ્મારક હશે તાજમહલ

આગ્રા ( ઉતરપ્રદેશ)  માં આવેલ તાજમહલ દેશનું પ્રથમ સ્મારક હશે જેમાં બ્રેસ્ટ ફીડીંગ (સ્તનપાન) રૂમ હશે. આ ઉપરાંત આગરા કિલ્લો અને ફતેપુર સીક્રીમાં પણ સ્તનપાન માટે અલગ જગ્યા હશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) ના અધિકારી વી.કે. સ્વર્ણકરએ કહ્યું કે સીડીઓની નીચે છુપાઇને બાળકોને સ્તનપાન કરાવતી એક મહિલા પર નજર પડવા પર એમને આ વિચાર આવ્યો.

(11:21 pm IST)