Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મતગણતરીની પૂર્વ સંધ્યાએ મનોરંજન ચેનલ પર ન્યુઝ દેખાડવા પર પ્રતિબંધ

એન્ટરટેનમેન્ટ ચેનલ ચૂંટણી પરિણાન અથવા તેની સાથે જોડાયેલા કાર્યક્રમ દેખાડી શકશે નહીં

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી પરિણામની પૂર્વ સંધ્યાએ સૂચના તથા પ્રસારણ મંત્રાલયે તમામ પ્રાઇવેટ ટીવી સેટેલાઇટ ચેનલને કાર્યક્રમો અંગે એક પત્ર જાહેર કર્યો છે. જેમાં ન્યૂઝ અને નોન ન્યૂઝ ચેનલો માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઇ ન્યૂઝ ચેનલ છે અને કઇ નોન ન્યૂઝ ચેનલ છે. સાથે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરટેનમેન્ટ ચેનલોને ન્યૂઝ અથવા કરંટ અફેયર્સ આધારિત કાર્યક્રમ પ્રસારિત કરવાનો અધિકાર નથી.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નોન ન્યૂઝ ચેનલ એવી છે, જેમાં કોઇપણ પ્રકારના ન્યૂઝ અને કરંટ અફેયર્સનું કન્ટેન્ટ હોવું જોઇએ. આવી રીતે ન્યૂઝ ચેનલ અને કરંટ અફેયર્સ ચેનલમાં ન્યૂઝ અને કરંટ અફેયર્સના કન્ટેન્ટ હોવું જોઇએ.

  મતગણતરીના એક દિવસ પહેલા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનથી સ્પષ્ટ છે કોઇપણ એન્ટરટેનમેન્ટ ચેનલ ચૂંટણી પરિણાન અથવા તેની સાથે જોડાયેલા કાર્યક્રમ દેખાડી શકશે નહીં

(10:36 pm IST)