Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઓનલાઇન બેન્કીંગ ફ્રોડ-અનઅધિકૃત ટ્રાન્ઝેકશનથી બચવા માટે RBI દ્વારા ATM કાર્ડધારકો માટે નવા નિયમ

નવી દિલ્હી: જો તમે એટીએમ કાર્ડ દ્વારા પૈસા કાઢો છો તો તમારે આરબીઆઇના 3 થી 7 દિવસના નિયમને જરૂર જાણી લેવો જોઇએ. નિયમ ઓનલાઇન બેકિંગ ફ્રોડ અથવા અનધિકૃત ટ્રાંઝેક્શનને લઇને બનાવવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંક એકાઉન્ટ હોલ્ડર્સના હિતોની રક્ષા માટે 6 જૂલાઇ 2017ના રોજ એક સર્કુલર જાહેર કર્યું હતુંસર્કુલરમાં કહેવામાં આવ્યું હતું કે એકાઉન્ટમાંથી અનધિકૃત ટ્રાંઝેક્શન અથવા ફ્રોડ થતાં ગ્રાહકને શું કરવું જોઇએ, જેથી તેમનું નુકસાન થાય.

3 દિવસમાં બે ફ્રોડની જાણકારી

રિઝવ બેંકના સર્કુલર અનુસાર, જો તમારા બેંક એકાઉન્ટમાંથી અનધિકૃત ટ્રાંઝેક્શન અથવા ફ્રોડ થયું છે તો બેંકને કોઇપણ માધ્યમથી ત્રણ દિવસની અંદર સૂચના આપો. બેંકને વિશે જાણકારી આપવી અનિવાર્ય છે. જો તમે આમ કરો છો તો મામલે તમારી જીરો લાયબિલિટી હશે. જો અનધિકૃત ટ્રાંઝેક્શન અથવા ફ્રોડ તમારી ભૂલ અથવા બેદરકારીના લીધે થયું નથી તો બેંક તમને નુકસાનની પુરી ભરપાઇ કરશે.

3 દિવસ બાદ જાણકારી આપવાને લઇને શું છે નિયમ?

જો તમારા એકાઉન્ટમાં અનધિકૃત ટ્રાંઝેક્શન ટ્રાંજેક્શન અથવા ફ્રોડ થયું છે અને તમારી બેંકને 4 થી 7 દિવસ વચ્ચે જાણકારી આપી તો મામલે તમારી લિમિટેડ લાયબિલિટી હશે. એટલે કે અનધિકૃત ટ્રાંઝેક્શનની વેલ્યૂનો એક ભાગ વહન કરવો પડશે.

કેટલી હશે લાયબિલિટી?

જો બેંક એકાઉન્ટ બેસિક સેવિંગ બેકિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે જીરો બેલેન્સ એકાઉન્ટ છે તો તમારી લાયબિલિટી 5000 રૂપિયા હશે. એટલે કે જો તમારા બેંક એકાઉન્ટમાંથી 10,000 રૂપિયાનું અનધિકૃત ટ્રાંઝેક્શન થયું છે તો બેંક પાસેથી 5000 રૂપિયા પરત મળશે. બાકીના 5000 રૂપિયાનું નુકસાન તમારે સહન કરવું પડશે.

સેવિંગ એકાઉન્ટ પર કેટલી લાયબિલિટી?

જો તમારું સેવિંગ એકાઉન્ટ છે અને તમારા એકાઉન્ટમાંથી અનધિકૃત ટ્રાંઝેક્શન થયું છે તો તમારી લાયબિલિટી 10,000 રૂપિયા હશે. એટલે કે જો તમારા એકાઉન્ટમાંથી 20,000 રૂપિયાનું અનધિકૃત ટ્રાંઝેક્શન થયું છે તો બેંક પાસેથી 10,000 રૂપિયા પરત મળશે. બાકી 10,000 રૂપિયાનું નુકસાન તમારે ઉઠાવવું પડશે.

કરંટ એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ પર કેટલી લાયબિલિટી?

જો તમારા કરંટ એકાઉન્ટ અથવા 5 લાખ રૂપિયાથી વધુ લિમિટવાળા ક્રેડિટ કાર્ડ દ્વારા અનધિકૃત ટ્રાંઝેક્શન થાય છે તો આવા કેસમાં તમારી લાયબિલિટી 25,000 રૂપિયા હશે. એટલે કે જો તમારું એકાઉન્ટમાંથી 50,000 રૂપિયાનું અનધિકૃત ટ્રાંઝેક્શન થયું છે તો બેંક તમને 25,000 રૂપિયા આપશે. બાકી 25,000 રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.

7 દિવસ બાદ આપશો બેંકને જાણકારી તો શું થશે?

જો તમે તમારા એકાઉન્ટમાંથી અનધિકૃત ટ્રાંઝેક્શનની જાણકારી બેંક દ્વારા જાણકારી મળ્યાના 7 દિવસ બાદ આપો છો આ બેંકના બોર્ડ પર છે કે આ મામલે તે તમારી લાયબિલિટી કેવી રીતે નક્કી કરે છે. બેંક ઇચ્છે તો આ મામલે તમારી લાયબિલિટીને માફ પણ કરી શકે છે.

(5:39 pm IST)