Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

એરટેલનો ધમાકેદાર પ્લાન : ર૯૯ના રીચાર્જમાં ફ્રિ કોલીંગ સાથે દરરોજ ર.પ જીબી ડેટા મળશે

અમદાવાદઃ સાયબર યુગમાં  મોબાઇલ ટેલીકોમ કંપનીઓ વચ્ચે તીવ્ર હરિફાઇનો લાભ ગ્રાહકોને મળતો થયો છે. ટેલીકોમ કંપની એરટેલે રૂ. ર૯૯નું નવું રીચાર્જ લોન્ચ કર્યુ છે. જેમાં અનલીમીટેડ ફ્રિ કોલીંગની સાથો-સાથ દરરોજ ર.પ જીબી ઇન્ટરનેટ ડેટા પણ ગ્રાહકને મળશે. ઉપરાંત રોજના ૧૦૦ એસએમએસ પણ મળશે. સાથો-સાથ યુઝરને એમેઝોનની પ્રાઇમની ફ્રિ મેમ્બરશીપ પણ આપવામાં આવશે. આ રીચાર્જની વેલીડીટી ર૮ દિવસની રહેશે.

(4:10 pm IST)