Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

યુનોએ ભારતના વિકાસ દરમાં ઘટાડો કેમ કર્યો?

પડકારો અને ખામીઓનાં કારણે વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતના વિકાસ દરનાં અનુમાનમાં ઘટાડો થયો. સંયુકત રાષ્ટ્રએ મંગળવારે એક રિપોર્ટમાં જણાવ્યું કે દ્યરેલું માંગ અને નિવેશનાં લીધે ૨૦૧૯માં ભારતનો આર્થિક વૃદ્ઘિ દર ૭ ટકા અને ૨૦૨૦માં ૭.૧ ટકા રહેવાનું અનુમાન છે. રિપોર્ટ પ્રમાણે ૨૦૧૮માં આર્થિક વૃદ્ઘિ દર ૭.૨ ટકા રહ્યો હતો.

સંયુકત રાષ્ટ્રનું આ અનુમાન આ જ વર્ષે બહાર પાડેલા જાન્યુઆરીનાં અનુમાન કરતા ઓછું છે. તે સમયે યુએને ૨૦૧૯ અને ૨૦૨૦મા વૃદ્ઘિ દર ક્રમશઃ ૭.૬ અને ૭.૪ ટકા રહેવાની સંભાવના જણાવી હતી. આ પહેલા RBI એ પણ અલ નીલોની અસર અને વૈશ્વિક પડકારોને જોઈને ૨૦૧૯-૨૦નો વિકાર દર ૭.૪ ટકાથી ઘટાડીને ૭.૨ ટકા કરી નાખ્યો હતો.  તો વળી સંયુકત રાષ્ટ્રે ચીનનો વિકાસ દર ૨૦૧૮ના ૬.૬ ટકાને ઘટાડીને ૨૦૧૯ અને ૨૦૨૦માં ૬.૨ ટકા રહેશે એવું અનુમાન કર્યું છે. તેમજ વૈશ્વિક વિકાસ દર ૨૦૧૯માં ૨.૭ ટકા અને ૨૦૨૦માં ૨.૯ ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ અનુમાન પર ચીન-અમેરિકાના વેપાર વચ્ચે ઉદભવતી તણાવની સ્થિતિ અને જળવાયુ પરિવર્તનની પણ અસર જોવા મળશે.

(3:46 pm IST)