Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

કોંગ્રેસના એકઝીટ પોલમાં પણ યુપીએ કરતાં NDA આગળઃ ૩પ બેઠકોનું અંતર

નવી દિલ્હીઃ કોંગ્રેસનો આંતરિક એકઝીટ પોલ બહાર આવ્યોઃ જે મુજબ ભાજપ ર૦૦ની નીચે સમેટાઇ જશે અને એનડીએ ર૩૦ પર અટકી જશેઃ કોંગ્રેસ એકલા હાથે ૧૪૦ બેઠકો જીતી શકે છેઃ પક્ષના સર્વેમાં યુપીએ ૧૯પ થી વધુ બેઠકો મેળવશેઃ સર્વે મુજબ યુપીએ તામિલનાડુ, કેરળ, પંજાબમાં સારો દેખાવ કરશેઃ આ ઉપરાંત કોંગ્રેસ બિહાર, છત્તીસગઢ, મ. પ્રદેશ મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, હરિયાણામાં સારો દેખાવ કરશેઃ ગુજરાતથી ૭ બેઠકો મળશેઃ કોંગ્રેસના સર્વેમાં એનડીએને બહુમતીમાં ૪૦ બેઠકોનું છેટુ પડી જશેઃ યુપીએ ઉ. પ્રદેશમાં પ દિલ્હીમાં ર, પંજાબમાં ૯, ચંડીગઢ ૧, છત્તીસગઢ ૯, ઓડીશા ર, તેલંગણા ર, જમ્મુ-કાશ્મીર ર, હિમાચલ ૧, ગોવા ૧, ઝારખંડ પ, પૂર્વોત્તર ૯ થી ૧૦, આસામમાં ૬, અરૂણાચલ ૧, મેઘાલય ર અને નાગાલેંડમાં ૧ બેઠક મેળવશે.

(3:38 pm IST)