Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

૭૮ સીટોનું પરિણામ ચૂંટણીનું ગણિત બદલી શકે તેવી સંભાવના

આ સીટ પરથી હાર-જીત જે તે પક્ષના ભાગ્યનો ફેંસલો કરશે

નવીદિલ્હી,તા.૨૨: એકિઝટ પોલના અનુમાનો જાહેર થયા બાદ એવુુ તારણ બહાર આવી રહ્યુ છે કે દેશભરની ૭૮ સીટ પર કાંટાની ટકકર રહેશે. જોકે આ સીટમાથી મોટાભાગની સીટ પર ભાજપ અને તેના સાથી પક્ષો આગળ હોવાનુ જોવા મળી રહ્યુ છે. પરંતુ જો પરિણામ વિપરીત આવે તો આ તમામ સીટોનુ પરિણામ ચૂટણીનુ ગણિત બદલી શકે તેવી સંભાવના છે.

૧૭મી લોકસભાની ચૂટણી માટે ગત ૧૭મીએ આખરી તબકકાના મતદાનનો પ્રચાર પુરો થયા બાદ તે દિવસે વડાપ્રધાન મોદીએ મીડિયા સાથેની વાતચીતમા આત્મવિશ્વાસ સાથે જણાવ્યુ હતુ કે દેશમા ફરી એકવાર એનડીએની સરકાર રચાશે. જોકે ૧૯મીએ જાહેર થયેલા એકિઝટ પોલના અનુમાન બાદ ભાજપ અને તેના સાથી પક્ષોમા આત્મવિશ્વાસ વધી ગયો છે. જેમા એક અનુમાનમા એવો દાવો કરવામા આવ્યો હતો કે મોદીના નેતૃત્વને હાલ તો કોઈ પડકાર જોવા મળતો નથી. તેથી એનડીએને આ વખતે ૩૩૯થી ૩૬૫ સીટ મળે તેમ લાગી રહ્યુ છે તેવો દાવો કરવામા આવ્યો છે. જો આ તમામ અનુમાન સાચા પડશે તો મોદી જ ફરી એકવાર વડાપ્રધાન બની શકે તેમ છે. પરંતુ એકિઝટ પોલના કેટલાંક અનુમાન એવા પણ થઈ રહ્યા છે કે જે માત્ર ભાજપને ઈતિહાસ રચતા રોકી શકે છે પણ કોંગ્રેસના ગ્રાફને સાવ નિમ્ન સ્તરે પણ લાવી શકે તેમ છે.

એકિઝટ પોલના અનુમાનમા એવુ તારણ પણ બહાર આવ્યુ છે કે દેશભરની ૭૮ સીટ પર આ વખતે  કસોકસનો જંગ રહેશે. આ સીટો પર હાલ તો ભાજપ અથવા તેના સાથી પક્ષો આગળ હોવાનુ માનવામા આવી રહ્યુ છે. ત્યારે એકિઝટ પોલના અનુમાનો મુજબ કસોકસની ટકકર વાળી આ ૭૮ સીટોમા ૩૭ પર એનડીએ (ભાજપ ૩૩ અને ચાર સાથીપક્ષ) આગળ ચાલી રહ્યા છે. જ્યારે ૧૭ સીટ પર યુપીએનુ પલ્લુ ભારે જણાઈ રહ્યુ છે. તેમા કોૅગ્રેસની ચાર સાથી પાર્ટી આગળ છે. જ્યારે ૧૩ સીટ પર કોૅગ્રેસ લીડ કરી રહી છે. આ બંને પક્ષ ઉપરાંત ટીએમસી, ટીડીપી, વાઈએસઆર, બીજેડી, બસપા અને સીપીઆઈએમ જેવા પક્ષના  ઉમેદવારો સૌથી લોકપ્રિય હોવાનુ  જાણવા  મળે છે.ખાસ વાત એ છે કે આ તમામ ૭૮ સીટ પર વિજેતા ઉમેદવાર  અને બીજા નંબરે આવનારા ઉમેદવારા ે વચ્ચે માંડ ત્રણ ટકા મતનુ અંતર રહેશે તેમ માનવામા આવી  રહ્યુ  છે. તેથી આવુ નજીવુ અંતર કોઈપણ પાર્ટી માટે નિર્ણાયક  સાબિત થઈ શકે તેમ છે. જેની અસર પરિણામ પર જોવા મળશે. જે  ૩૩ સીટ પર હાલ ભાજપ આગળ  જણાઈ રહી છે તેમા જો તેનો પરાજય થાય તો ભાજપની સીટો  ઘટીને ૨૮૫ સુધી પહોંચી શકે છે.

જો આમ થાય તો પણ ભાજપ બહુમતીનો આંકડો પાર કરી શકે તેમ છે. અને જે ૧૩ સીટ પર કોંગ્રેસ આગળ જણાય છે તેમા તે વિજેતા થશે તો તેનો ગ્રાફ થોડો વધી જશે. પણ જો હારી જાય તો તેની સીટ ૩૮ થઈ શકે તેમ છે. તેથી આ ૭૮ સીટ મહત્વની માનવમા આવે છે.

(3:37 pm IST)
  • રાજકોટના માણેકવાડામાં દલિત યુવાનની હત્યાના મામલે જીજ્ઞેશ મેવાણી રાજકોટ ખાતે પહોંચ્યા : સિવિલ હોસ્પિટલમાં જીજ્ઞેશ મેવાણીએ દલીત સમાજની બેઠક યોજી : કલેકટરને મળવા જશે access_time 6:30 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • બિહારમાં હવામાનનો મિજાજ બદલાયો :કટિહારમાં સાંજે વરસાદ સાથે કરા પડ્યા :રાજ્યમાં કેટલાય સ્થળોએ વરસાદના અહેવાલ access_time 1:24 am IST