Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

એકિઝટ પોલ શું કહે છે...

એકિઝટ પોલ કેટલા સાચા તે પણ જાણી શકાશે

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં કોની સરકાર બનશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળો અને ઉત્સુકતાનો આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતગણતરીનો અંત આવી ગયા બાદ  અંત આવી જશે. આવતીકાલે સવારે મતગણતરી શરૂ કરવામાં આવ્યા બાદ પ્રવાહ મળવા લાગી જશે. આ વખતે પરિણામ આવવામાં વિલંબ થવાની શક્યતા છે. જો કે પરિણામ શુ રહેશે તે બાબત બપોર સુધી જાણી શકાશે. લોકસભાની ચૂંટણી માટે દેશમાં સાત તબક્કામાં મતદાન થયુ હતુ. મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ ૧૯મી મે સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. ૧૯મી મેના દિવસે અંતિમ તબક્કામાં મતદાન થયુ હતુ. ત્યારબાદ એક્ઝિટ પોલના તારણ પણ જારી કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ, ઇ પોલ અને સટ્ટાબજારની વાત માનવામં આવે તો આ વખતે ફરી એકવાર મોદી સરકાર બની રહી છે. જો કે હજુ સુધી કોઇ રાજકીય પંડિતો કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. એક્ઝિટ પોલના તારણ કેટલા સાચા રહે છે તે બાબત પણ આવતીકાલે જાણી શકાશે. એક્ઝિટ પોલના તારણ નીચે મુજબ રહ્યા છે.

તમામ ચેનલ

એનડીએ

યુપીએ

અન્ય

ટાઈમ્સનાઉ-વીએમઆર

૩૦૬

૧૩૨

૧૦૪

રિપબ્લિક-સીવોટર

૨૮૭

૧૨૮

૧૨૭

રિપબ્લિક-જનકી બાત

૩૦૫

૧૨૪

૧૧૩

ન્યુઝનેશન

૨૮૬

૧૨૨

૧૩૪

મહાએક્ઝિટ પોલ

૨૯૬

૧૨૭

૧૧૯

આજતક એક્સિસ માય ઇન્ડિયા

૩૩૯-૩૬૫

૭૭-૧૦૮

૬૯-૯૫

એબીપી-સીએસડીએસ

૨૬૭

૧૨૭

૧૪૮

(3:36 pm IST)