Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

એનડીએ સત્તામાં આવે તો મુસ્લિમો ભાજપ સાથે સમાધાન કરી લ્યેઃ કોંગી નેતાનો વિસ્ફોટ

રોશનબેગ કોંગ્રેસ છોડે છે : મુસ્લિમ કોઈ એક પક્ષ માટે વફાદારી કરી ન શકે

નવી દિલ્હી, તા.૨૨ : કોંગ્રેસના નેતા રોશન બેગના પાર્ટીછોડવાની અટકળોએ વેગ પકડ્યો છે.સોમવારે તેમણે કોંગ્રેસ સામે મુસ્લિમોનીઅવગણના કરવાનો આરોપ મુક્યો છે.તેમણે જણાવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસે ખ્રિસ્તીઓને એક પણ સીટ ન આપી, જ્યારે મુસ્લિમોને માત્ર એક સીટની ટિકિટઆપવાામં આવી. મુસ્લિમોની અવગણનાકરવામાં આવી. તેમણે કહ્યું કે હું આ બધીબાબતો અંગે પરેશાન છું. અમારો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બેગને એવું પૂછવામાંઆવ્યું કે શું તમે આગામી થોડાક દિવસોમાંકોંગ્રેસ છોડી શકો છો ? તેમણે જવાબ આપ્યોકે જો જરૂર પડશે તો એવું થશે. રવિવારેએક્ઝિટ પોલમાં કોંગ્રેસના આંચકો લાગ્યાબાદ રોશન બેગે સોમવારે જ કોંગ્રેસ છોડવા સાથે સંબંધિત વાતને પ્રોત્સાહન આપ્યું હતું.તેમણે મુસ્લિમોને અપીલ કરી હતી કે જોએનડીએ સત્તમાં પરત આવે છે તોપરિસ્થિતિ સાથે સમાધાન કરી લે. આવીપરિસ્થિતિમાં મુસ્લિમો ભાજપ અને એનડીએસાથે હાથ મિલાવે. આપણે કોઇ એક પાર્ટીના વફાદાર રહી શકતા નથી. મુસ્લિમ અપમાન સાથે કોઇ પાર્ટીમાં રહી શકે નહીં. અમે પોતાનું જીવન સમ્માન અને ગરિમા સાથે જીવીએ છીએ.અમને જ્યાં ઇજ્જત નથી મળતી અમે ત્યાં રહેવા માગતા નથી.

(3:36 pm IST)