Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

યૌન શોષણ મામલે બોલિવુડ અભિનેતા જિતેન્દ્રને મોટી રાહતઃ હિમાચલ હાઈકોર્ટે એફઆઈઆર રદ કરી

અભિનેતાની પિતરાઈ બહેને ૪૭ વર્ષ પહેલાના યૌન શોષણના આરોપ લગાવ્યા હતા

જાણીતા સિને સ્ટાર જિતેન્દ્ર માટે રાહતના સમાચાર છે. હિમાચલ હાઈકોર્ટે ૪૭ વર્ષ જૂના યૌન શોષણ મામલે તેમની સામે કરાયેલ એફઆઈઆર રદ કરી દીધી છે. ન્યાયાધીશ અજય મોહન ગોયલે અભિનેતા જિતેન્દ્ર તરફથી કરવામાં આવેલ અરજીના તથ્યો તેમજ આ બાબત સાથે જોડાયેલ રેકોર્ડનું અવલોકન કર્યા બાદ આ ચુકાદો સંભળાવ્યો હતો .

અત્રે ઉલ્લેખનીય છે કે મહિનાઓ પહેલા જિતેન્દ્રની કાકાની પિતરાઈ બહેન (કાકાની દીકરી) એ પોલિસને એક ફરિયાદ મોકલી જેમાં તેમના પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીના રોજ મહિલા પોલિસ સ્ટેશન શિમલા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ હેઠળ અભિનેતા સામે પ્રાથમિકી નોંધવામાં આવી. એફઆઈઆરમાં અભિનેતાની પિતરાઈ બહેને ૪૭ વર્ષ પહેલા બનેલી ઘટના માટે યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ જિતેન્દ્રએ હિમાચલ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને આ પ્રાથમિકીને રદ કરવાની અરજી કરી હતી.

(3:25 pm IST)