Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

૮ જવાનોને ઇજા : સર્ચ ઓપરેશન શરૂ

કાશ્મીરમાં LOC નજીક મેંઢરમાં IED વિસ્ફોટ : ૧ જવાન શહીદ

નવી દિલ્હી તા. ૨૨ : જમ્મુ-કાશ્મીરના પૂંછ સેકટરના મેઢરમાં આઇઇડી વિસ્ફોટ થયો છે. તેમાં એક જવાન શહીદ થયાના અહેવાલો મળી રહ્યા છે. આ વિસ્ફોટમાં સાત જવાનોને ઇજા પહોંચી છે. આ ઘટનામાં ઇજા પામેલા ૮ જવાનોને એરલિફટ કરીને મિલિટ્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કુલગામ જિલ્લામાં આજે સુરક્ષાબળોની સાથે થયેલી અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે ત્રાસવાદી માર્યા ગયા.

પોલિસના સૂત્રોના જણાવ્યા મુજબ માર્યા ગયેલા બંને ત્રાસવાદી હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠન સાથે જોડાયેલા હતા. તેની ઓળખ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહી છે.

આતંકીઓની હાજરીની સુચના મળ્યા બાદ સુરક્ષાબળો દ્વારા શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલિસ સૂત્રોએ કહ્યું કે, અથડામણ સ્થળ પર હજુ પણ શોધખોળનું કામ ચાલુ છે.

સાવધાની તરીકે પ્રશાસને કુલગામ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

(3:24 pm IST)