Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પીએમ મોદીના ૭ મોટા વાયદા પાસે ફિક્કા પડ્યા રાહુલના ૭૨૦૦૦!

એકઝીટ પોલના આંકડા મુજબ 'ન્યાય' યોજનાથી મતદાતાઓ પ્રભાવિત થયા નથી

નવી દિલ્હી તા. ૨૧ : ૨૦૧૯ ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસનો સંપૂર્ણ ચૂંટણી પ્રચાર ન્યાય (nyay) સ્કીમ પર કેન્દ્રિત હતું. પક્ષે આ સ્કીમની ઘોષણા હેઠળ વાયદો કર્યો હતો કે તેઓ ગરીબો માટે વર્ષની ૭૨૦૦૦ રૂપિયાની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરશે. પરંતુ એકિઝટ પોલના આંકડા મુજબ એવું લાગે છે કે મતદાતા આ યોજનાથી પ્રભાવિત થયા નથી.

આજતક અને એકિસસ માઇ ઇન્ડિયાના એકિઝટ પોલનું માનવામાં આવે તો ગરીબી રેખા નીચેના વર્ગના ૪૫ ટકા પરિવારોએ બીજેપી ગઠબંધનનું સમર્થન કર્યું છે. જયારે આ વર્ગના ૨૭ ટકા પરિવારોએ કોંગ્રેસનું સમર્થન કર્યું છે. ગરીબ પરિવારોથી અલગ દરેક પ્રકારની આવક વર્ગના ૪૦ ટકા મતદાતાઓએ બીજેપી ગઠબંધનને સપોર્ટ કર્યું છે. ત્યારબાદ કોંગ્રેસ અને અન્ય દળોના દરેક આવક વર્ગના મતદાતાઓનું સમર્થન મેળવેલું છે. પ્રજાની સામે એક બાજુ કોંગ્રેસની ન્યાય સ્કીમ હતી અને બીજી બાજુ બીજેપીનું સંકલ્પ પત્ર. એકિઝટ પોલના અંદાજ મુજબ પ્રજાએ બીજેપીના સંકલ્પ પત્ર સાથે જવાનો નિર્ણય કર્યો છે.

 દેશના દરેક ખેડૂતોને કિસાન સમ્માન નિધિનો લાભ આપવામાં આવશે.નાના અને સીમાંત ખેડૂતો માટે પણ પેન્શન સુવિધા શરૂ કરવામાં આવશે.૬૦ વર્ષથી વધુ ઉંમરવાળા નાના દુકાનદારો અને વેપારીઓ માટે પેન્શનની યોજના શરૂ કરવામાં આવશે. કિસાન કાર્ડ હેઠળ વ્યાપારી કાર્ડ લોન્ચ કરવામાં આવશે. મોદી સરકારે સંકલ્પ પત્રમાં કહ્યું છે કે જો સરકાર ફરી સત્તામાં આવે તો મેનેજમેન્ટ, એન્જીન્યરીંગ અને લો કોલેજમાં સીટોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. રાષ્ટ્રવાદ અંગે સરકાર પ્રતિબદ્ઘ રહેશે અને આતંકવાદ વિરુદ્ઘ જીરો ટોલેરેન્સની પોલિસી અપનાવશે. સત્તામાં બીજી વાર પાછા ફરવા પાર જમ્મુ કાશ્મીરમથી ધારા ૩૭૦ અને ૩૫એને ખત્મ કરવામાં આવશે. ટ્રિપલ તલાક વિરૂદ્ઘ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. સરકાર દ્વારા રામમંદિર પર શકયતાઓને શોધવાની પ્રક્રિયાઓ તેજ કરવામાં આવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં જલ્દી થી જલ્દી મંદિર નિર્માણના પ્રયત્નો થશે. સંકલ્પપત્રમાં બીજેપીએ સરકારમાં પાછા ફર્યા બાદ દરેક પરિવારને પાકું મકાન આપવાની દિશામાં તેજીથી કામ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને એલપીજી જોડાણ આપવાના પ્રયત્નો રહેશે.

(1:21 pm IST)