Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ટિક્ટોક સ્ટાર મોહિત મોરની કરપીણ હત્યા :ત્રણ શખ્શો અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર

હત્યારાઓએ દુકાનમાં ધુસીને સોફા બેઠેલા મોહિત પર ગોળીઓ ચલાવી :સીસીટીવીમાં કેદ

નવી દિલ્હી :ટિક્ટોક ઘ્વારા સોશ્યિલ મીડિયા સ્ટાર બનેલા મોહિત મોર મારી હત્યા કરાઈ છે 24 વર્ષના મોહિતને ફિટ રહેવાનું પસંદ હતું અને તે તેની સાથે જોડાયેલા વીડિયો પણ શેર કરતો હતો. ટિક્ટોક પર મોહિતની લગભગ 5 લાખ જેટલી ફેન ફોલોવિંગ હતી. નજફગઢના એક જીમમાં જતો, મોહિત સાંજે 5 વાગ્યે એક મિત્રને મળવા માટે નજીકની દુકાન પર ગયો હતો. તેની હત્યા કરી દેવામાં આવી હતી.

  એક વરિષ્ઠ પોલીસ અધિકારી ઘ્વારા ન્યુઝ એજેન્સી આઇએએનએસ ને જણાવવામાં આવ્યું કે મોહિત દુકાનના સોફા પર બેઠો હતો, ત્યારે બાઈકથી પહોંચેલા ત્રણ લોકો દુકાનમાં ઘુસ્યા અને મોહિત પર સતત ગોળીઓ ચલાવવા લાગ્યા. 13 ગોળીઓ તેની છાતીમાં મારવામાં આવી. આરોપીઓ ભાગતા સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયા. ત્રણમાંથી 2 આરોપીઓએ હેલ્મેટ પહેરી રાખ્યું હતું. જયારે એક વ્યક્તિનો ચહેરો સીસીટીવીમાં સાફ જોવા મળી રહ્યો છે.

  દુકાનમાં ઘૂસીને મોહિત પર ગોળીઓ ચલાવનાર વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા, જયારે મોહિત સોફા પર જ ઠાર થયો. મોહિત પર ગોળીઓ ચલાવવામાં આવી ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હતો. મોહિતને જલ્દી જલ્દી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

(11:53 am IST)
  • યુકેની હાઈકોર્ટમાં વિજય માલ્યાનો આજે ચાલનારો કેસ મુલત્વી રખાયો છે : ન્યાયાધીશ ઉપલબ્ધ ન હોવાથી કેસ આજે મુલત્વી રહ્યો છે access_time 1:16 pm IST

  • પીડીએમ કોલેજ પાસે શ્રદ્ધા સ્કુલ નજીક એક વૃક્ષ ધરાશાયી અને ૨ વીજપોલ ધરાશાયી : એકને ઈજા : એક ફોર વ્હીલ દબાઈ એકટીવા ચાલક માથે વૃક્ષ પડતા ઘાયલ : દોશી હોસ્પિટલમાં સારવાર : એક કાર દબાઈ : ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવકાર્ય શરૂ કર્યુઃ વીજ પુરવઠો ખોરવાયો access_time 6:31 pm IST

  • જેટ એરવેઝ નાદાર જાહેર :ડચ કોર્ટે જેટ એરવેઝને નાદાર જાહેર કરી છે access_time 8:22 pm IST