Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

એકજીટ પોલમાં NDAને ૩૦૦ અને BJPને ૨૬૭ બેઠકો છતાં ભગવા બ્રિગેડ કેમ ચિંતામાં?

ભાજપના નેતાઓ અંદરખાને માર્ન છે કે અકેજીટ પોલમાં વધુ બેઠકો દર્શાવાઇ છે : જો કે દેશમાં મોદી સરકારની તરફોણમાં માહોલ હોવાનો સુર

નવીદિલ્હી, તા.૨૨: વડાપ્રધાન મોદી ભાજપા અધ્યક્ષ અમિતશાહ બંન્ને કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો આત્મવિશ્વાસ દર્શાવી રહ્યા છે. આ આત્મવિશ્વાસ તેમને એકઝીટ પોલે આપ્યો છે. કેન્દ્રના તમામ પ્રધાનો પણ ટીવી પર આત્મવિશ્વાસ પુર્વક બોલી રહ્યા છે. પણ આર એસ એસ. ડો. મુરલીમનોહર જોષી અને લાલકુષ્ણ અંડવાણીના કેટલા અંગત તથા ઘણા રાજયોમાં ફરીને પ્રથાર કરનારા નેતાઓને આ પોલ પર વિશ્વાસ નથી બેસતો. મેરઠના એક મોટા ભાજપા નેતાને પણ લાગે છે કે ૨૩મેએ આવનાર પરિણામોમાં ભાજપાની બેઠકો ઘટશે. ૨૩ મેના પરિણામો બાબતે ભાજપા નેતાઓની બેચેની વધી છે.

ઘણા મંત્રાલયના સચિત સ્તરના અધિકારીઓ પણ મતગણત્રી પહેલા સચ્ચાઇ જાણવાની કોશિષ કરી રહ્યા છે. જોકે નવી સરકારના શપથ ગ્રહણ સભારંભના કવરેજ માટે પરિણામો આવ્યા પહેલા જ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે રાષ્ટ્રપતિભવનના એક ઉચ્ચઅધિકારીનું માનવામાં આવે તો ત્યાં પણ નવી સરકારને શપન લેવડાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સુત્રનું માનવું છે કે એનડીએ સહિત ભાજપાને વધુમાં વધુ બેઠકો દિલ્હીમાં પ, ગુજરાતમાં ૨૧, મધ્યપ્રદેશમાં ૧૮, છતીસગઢમાં ૪, રાજસ્થાનમાં ૧૯, ઉતરપ્રદેશમાં ૩૮, બિહરમાં ૨૮, ઝારખંડમાં પ, પશ્ચિમ બંગાળમાં ૧૧, ઓરિસ્સામાં ૮, કર્ણાટકમાં ૧૬, હિમાચલ પ્રદેશમાં ૪, ઉતરાખંડમાં ૪, હરિયાણામાં ૬, પંજાબમાં ૪, મહારાષ્ટ્રમાં ૩૧, આસામ સહિત પુર્વોતર રાજયોમાં ૧૭, તમીલનાડુમાં ૪, ગોવામાં ૨, જમ્મુ કાશ્મીરમાં બે અને ચંદીગઢની ૧ બેઠક મળશે. આ પ્રમાણે એનડીએને ૨૪૮ બેઠકો મળવાનું અનુમાન છે. દિવસભર ભાજપાના ઘણા નેતાઓ સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચાઓ થઇ લગભગ બધાનું માનવું છે કે એકઝીટ પોલમાં બેઠકો વધારે પડતી દેખાડાઇ રહી છે. મોટા ભાગના નેતાઓમાં આ બાબતે ચિંતાના ભાવ જોવા મળ્યા હતા.

ઉતરપ્રદેશના એક ભાજપ નેતાનું કહેવું છે કે એકઝીટ પોલના પરિણામો સાચા પડે કે ખોટા પણ ફરી એક વાર કેન્દ્રમાં મોદી સરકારની તરફેણમાં વાતાવરણ બની ગયું છે. આના લીધે મતગણત્રી સુધી એનડીએમાં એકતા જળવાઇ રહેશે. એટલું જ નહીં પણ  એનડીએમાં બીજા પક્ષોને શામેલ કરવામાં પણ સરળતા રહેશે અને વિપક્ષીનેતાઓ મુંઝવણમાં રહેશે. અડવાણીને પણ ઘણીવાર સલાહ આપનાર એક સુત્રનું કહેવું છે કે આ જરૂરી પણ છે. આના લીધે ભાજપા અને એનડીએના સભ્યો નરેન્દ્રમોદીને પોતાના નેતા માનશે અને કોઇ પ્રકારના ગણગણાટની શકયતાઓ નહીં રહે. આ સતાપક્ષની મજબૂતી માટે જરૂરી છે અને આ પ્રકારનો પ્રયાસ વડા પ્રધાન મોદી અને અમિતશાહના રાજકીય કૌશાલ્યનો પરિચય આપે છે.

શકય છે કે એકઝીટ પોલ સાચો સાબિત થાય પણ સતાધારી અને વિરોધ પણ બંન્નેમાં એકઝીટ પોલ અંગે આટલો અવિશ્વાસ પહેલીવાર જોવા મળ્યો છે. વિપક્ષો એકઝીટ પોલના પરિણામોને સાચા ગણીને મુંજવણમાં છે તો સતાધારી પક્ષના નેતાઓ ઓફ ધ રેકોર્ડ વાતચીતમાં એકઝીટ પોલના આંકડીઓ પર શંકા વ્યકત કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિત પ્રિયંકા ગાંધીએ કાર્યકરોએ સંયમ જાળવવા અને ૨૩મે સુધી રાહ જોવાનુ કહ્યું છે. શરદ પવારે એકઝીટ પોલને નૌટંકી કહ્યું છે. માયાવતી અને અખિલેશ પણ પરિણામો ભલે ગમે તે આવે પણ શેરબજાર અત્યારે પુરબહારમાં ખીલી રહ્યું છે.

(11:29 am IST)