Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

યુ.એસ.ના વર્જીનીઆમાં સ્થાયી થયેલા ઇન્ડિયન અમેરિકન શ્રી વિન્સન ઝેવિયર ફેરફેક્ષ સ્કૂલ બોર્ડની ચૂંટણી લડશેઃ પૂર્વ સ્ટેટ ગવર્નર તથા સેનેટર, તામિલ સંગમ, મલબાર કેથોલિક ચર્ચ, સહિતનાઓનું સમર્થન

વર્જીનીઆઃ અમેરિકાના વર્જીનીઆમાં વસતા ઇન્ડિયન અમેરિકન શ્રી વિન્સન ઝેવિયરએ ફેરફેક્ષ સ્કૂલ બોર્ડની ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે. તેઓ ત્યાં છેલ્લા ૨૧ વર્ષ ઉપરાંત સમયથી સ્થાયી થયેલા છે. તથા એમ્સિલીનમાં નિવાસ કરે  છે.

કેરાલાના વતની શ્રી વિન્સન વ્યાવસાયિક છે તથા  એશિઅન અમેરિકન કોમ્યુનીટી લીડર છે. તેઓ ભારતની એન્જીનીયરીંગ બેચલર ડીગ્રી ધરાવે છે. તથા યુનિવર્સિટી ઓફ નેવાડા રેનોની માસ્ટર ડીગ્રી ધરાવે છે. તેઓ જુદા જુદા પ્રકારના નાના વ્યવસાયો સાથે જોડાયેલા છે. તથા તેમણે ૨૦૧૩ની સાલનો SBA સ્મોલ બિઝનેસ એક્ષ્પોર્ટર એવોર્ડ મેળવેલો છે.

તેમણે ફેરફેક્ષ કાઉન્ટી સ્કૂલ પ્રોગ્રામ્સમાં સેવાઓ આપેલી છે. તેમજ સ્ટુડન્ટસ તથા વાલીઓને માર્ગદર્શનનો લાભ આપેલો છે. તેમને પૂર્વ સ્ટેટ ગવર્નર તથા યુ.એસ.સેનેટર જયોર્જી એલેન તથા સુસાન એલેન, તામિલ સંગમ લીડર, મલબાર કોથોલિક ચર્ચ, વર્જીનીયા રિપબ્લીકન કોલીશન સહિતનાઓએ સમર્થન ઘોષિત કર્યુ છે.

(7:27 pm IST)