Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ભારતના વડાપ્રધાન કોણ બનશે ? જવાબ આપીને ઝોમેટો ફૂડ ઓર્ડર કરતી વખતે કેશબેક જીતવાની તક

નવી દિલ્હી: ઓનલાઇન ફૂડ ડિલેવરિંગ પ્લેટફોર્મ ઝોમેટો (Zomato) નવી ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકોને 23 મેના રોજ થનાર મતગણતરી પહેલાં દેશના આગામી વડાપ્રધાન નરેંદ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરવા તથા ફૂડ ઓર્ડર કરતી વખતે કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી છે.

કંપની દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ઝોમેટો ઇલેક્શન લીગ'ના ઓફરમાં દેશના આગામી વડાપ્રધાનના નામની સટીક ભવિષ્યવાણી કરનાર ગ્રાહકોને કેશબેક મળશે. કંપનીએ તે પહેલાં ઝોમેટો પ્રીમિયર લીગ (ઝેડપીએલ)ના માધ્યમથી ગ્રાહકોને ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વિજેતા ટીમની સાચી ભવિષ્યવાણી કરતાં કેશબેક આપવામાં આવ્યું હતું.

કંપનીએ કહ્યું કે ''ગ્રાહકોને દરેક ઓર્ડર પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તેમની ભવિષ્યવાની સાચી સાબિત થાય તો તેમને 30 ટકાનું કેશબેક મળશે.'' 22 મે સુધી કોઇપણ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે અને ઓર્ડર કરતી વખતે દરેક સાચી ભવિષ્યવાણી માટે કેશબેક જીતી શકે છે.

કંપનીએ કહ્યું કે 'જેવા દેશના નવા વડાપ્રધાન ચૂંટવામાં આવે છે, ગ્રાહકોના વોલેટમાં આપમેળે કેશબેક આવી જશે. કંપનીએ જણાવ્યું કે અત્યાર સુધી ભારતના 250 શહેરોમાંથી 3 લાખ 20 હજાર લોકોએ આમાં ભાગ લીધો છે.

(12:00 am IST)
  • ચૂંટણીપંચ કહે છે વિપક્ષોની માંગણી મુજબ ઈવીએમ મતોની ગણતરી કરીએ તો કાલે બપોર પછી મતગણતરી શકય બને : અંતિમ પરિણામો માટે ૨ થી ૩ દિવસ લાગી શકે access_time 1:14 pm IST

  • ચૂંટણીના પરિણામ બાદ હિંસાની આશંકા : ગૃહમંત્રાલયે તમામ રાજયોમાં એલર્ટ જારી કર્યુ તમામ રાજયોના ડીજીપી અને મુખ્ય સચિવને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના આદેશ આપ્યા : સ્ટ્રોંગરૂમની સુરક્ષા વધારવા કહેવાયુ : મતગણતરી પહેલા જ સુરક્ષા તંત્રને એલર્ટ કરાયુ access_time 6:30 pm IST

  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST