Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મહિલાના ફરિયાદ બાદ કોર્ટ આપ્યો સામાન્ય આદેશ : કોર્ટમાં જ માપવામાં આવ્યો આરોપીનો પ્રાઈવેટ પાર્ટ

વેલિંગટનઃ એક મહિલાની ફરિયાદ બાદ કોર્ટે અસામાન્ય આદેશ અપાતા ન્યૂઝીલેન્ડની એક કોર્ટમાં એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટને માપવામાં આવ્યો હતો. કેપિટીના કાઉન્સેલર ડેવિડ સ્કોટ પર ગત વર્ષે કાઉન્સિલ સ્ટાફની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેણે એક ફંક્શન દરમિયાન મહિલાના શરીર સાથે પોતાનો પ્રાઈવેટ પાર્ટ ઘસ્યો હતો.

   જોકે, સ્કોટ હજુ પણ મામલે દોષી નથી સાબિત થયો. મહિલાએ જણાવ્યું હતું કે જે વસ્તુ તેના શરીર સાથે ઘસાઈ હતી તે ચારથી પાંચ ઈંચ (10-12 સેમી) લાંબી હતી. જે પછી જજે એક અસામાન્ય આદેશ આપ્યો હતો.

   જજ પીટર હોબ્સે સ્કોટના ડોક્ટરને કોર્ટમાં ફૂટપટ્ટીથી પેનિસ માપવાનો આદેશ આપ્યો હતો. જોકે, રેડિયો ન્યૂઝિલેન્ડના જણાવ્યાનુસાર હોબ્સે પોતાના પ્રાઈવેટ પાર્ટના આકારને સાર્વજનિક કરવા પર રોક લગાવી હતી.

    સ્કોટના વકીલે કોર્ટમાં જણાવ્યું કે ફરિયાદ કરનારી મહિલાના શરીર સાથે ભૂલથી સ્કોટનું વોલેટ ટચ થયું હશે. જોકે, મહિલાએ જણાવ્યું હતું કે તેને વિશ્વાસ છે કે તેના શરીરને જે ટચ થયું તે પેનિસ હતું. મામલે કોર્ટમાં હજુ સુનાવણી ચાલું છે.

(12:50 am IST)