Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કર્ણાટકમાં ભાજપના હાથમાંથી સરકતી વોટબેન્ક :સૌથી વધુ બેઠક છત્તા મતની ટકાવારીમાં ઘટાડો

2014માં 43,37 ટકાની તુલનાએ 2018માં 36 ટકા જ મત મળ્યા

 

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનથી સરકાર બનવા જઈ રહી છે રાજ્યમાં ભાજપને સૌથી વધુ બેઠક મળતા મોટો પક્ષ બનીને ઉભર્યો છે જોકે ભાજપનો વોટશેરિંગ 2014ની તુલનાએ ઘટ્યો છે હવે કોંગ્રેસ અને જેડીએસનું ગઢબંધન લોકસભા ચૂંટણી સુધી જળવાઈ રહે તો ભાજપને બીજેપીને લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં ઝટકો લાગી શકે છે

   2014માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 17, કોંગ્રેસને 9 અને જેડીએસને 2 સીટ પર જીત મળી હતી. સમયે બીજેપીને 43.37 ટકા, કોંગ્રેસને 41.15 ટકા તેમજ જેડીએસને 11.07 ટકા વોટ મળ્યા હતા. જો કોંગ્રેસ તેમજ જેડીએસના વોટ ભેગા કરીએ તો પ્રમાણ 52 ટકાથી વધી જાય છે 2014ની લોકસભાની ચંટણીમાં માત્ર 43.37 ટકા વોટ મેળવનાર બીજેપી 2018ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 36 ટકા વોટ મેળવી શકી હતી.આમ ચાર વર્ષમાં બીજેપીએ 7 ટકા કરતા વધારે વોટ ગુમાવી દીધા છે

બીજેપીને સૌથી મોટી તકલીફ છે કે વોટ એણે કોંગ્રેસના હાથે ગુમાવ્યા છે. હવે જ્યારે બીજેપી પ્રભાવવાળા વિસ્તારમાં જ્યારે કોંગ્રેસ-બીજેપી સામસામે આવશે ત્યારે કોંગ્રેસ 2014ની તુલનામાં સારી સ્થિતિમાં હશે. કોંગ્રેસે પણ 2014ની લોકસભામાં મેળવેલો 41.15 ટકા વોટ 2018માં ઘટીને 38 ટકા રહી ગયો છે. જોકે કોંગ્રેસ માટે રાહતની વાત છે કે તેનો વોટ બીજેપીએ નહીં પણ જેડીએસ દ્વારા તોડવામાં આવ્યો છે

(10:28 pm IST)