Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પેટ્રોલિયમ મંત્રી અને તેલ કંપનીઓ વચ્ચે સાંજની મીટીંગ ઉપર દેશભરની મીટ

પેટ્રોલ - ડિઝલના ભાવ વધારાને કાબુ કરવા કવાયત : સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટી અને વેટ અંગે મોટી જાહેરાતની સંભાવના

પેટ્રોલિયમ મંત્રી અને તેલ કંપનીઓ વચ્ચે સાંજે ૫ વાગ્યા આસપાસ મીટીંગ યોજાવાની છે. ત્યારે દેશભરના લોકો આ મીટીંગ ઉપર મીટ માંડીને બેઠા છે. આ બેઠકમાં સરકાર એકસાઈઝ ડ્યુટી અને વેટ અંગે મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. આ પહેલા ૩ વાગ્યે ઈન્ડિયન ઓઈલ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરનાર હોવાનું પણ જાણવા મળ્યુ છે.

(3:56 pm IST)