Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કર્ણાટકમાં કુમારસ્વામીની શપથવિધિમાં ઇતિહાસ રચાશે : અખિલેશ - માયાવતી એક મંચ પર : વિપક્ષી એકતાનું થશે પ્રદર્શન

કોંગ્રેસ - જેડીએસ વચ્ચે વાતચીતને આગળ વધારવામાં માયાવતીની મહત્વની ભૂમિકા

નવી દિલ્હી તા. ૨૨ : જેડીએસના નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. કુમારસ્વામીનું શપથ ગ્રહણ સમારોહ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે વિપક્ષની મોર્ચાબંધીની રીતે જોવા મળી રહ્યો છે.

વિપક્ષના ઘણા મોટા નેતા આ શપથ વિધિમાં શામિલ થઇ શકે છે, આ દરમિયાન એવો નજરો પર જોવા મળી શકે છે કે જે ઐતિહાસિક હશે. ઉત્તર પ્રદેશની રાજનીતિના બે દિગ્ગજ અખિલેશ યાદવ અને માયાવતી પહેલી વાર એક સાથે જોવા મળી શકે છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ અને માયાવતીએ અત્યાર સુધીમાં કુમારસ્વામીના સપથ વિધિમાં શામિલ થવાની પૃષ્ટિ કરી છે. એટલે કે આ બંને નેતાઓ એક મંચ પર જોવા મળશે, આ પહેલી વાર હશે કે અખિલેશ અને માયાવતી કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં સાથે રહેશે.

તમને જણાવી દઈએ કે ગોરખપુર ઉપ-ચૂંટણી દરમિયાન પાર્ટીઓએ ગઠબંધન કરી બધાને ચોંકાવી નાખ્યા છે અને હવે આ બંને નું એક સાથે આવવું ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે દોસ્તીની વાતોને વધુ બળ આપે છે.

ગોરખપુર-ફૂલપુર ઉપ-ચૂંટણીમાં ભાજપની હાર બાદ અખિલેશ યાદવે દિલ ખોલીને માયાવતીના ગુણગાન ગયા હતા. પરિણામો આવ્યા પછી તેઓ તેમને મળવા પણ ગયા હતા, ત્યારે માયાવતીએ પણ જણાવ્યું હતું કે સપા-બસપાની આ દોસ્તી ૨૦૧૯ની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.

BJP નેતા રાકેશ ત્રિપાઠીનું કહેવું છે કે બંને પાર્ટીઓ કર્ણાટકમાં સાથે નહતી, આ સિવાય કૈરાના-નુરપુર ઉપ-ચૂંટણીમાં પણ બંને પાર્ટી એક સાથે નથી. આવામાં આ બંનેની દોસ્તીને લઈને ખુબ કન્ફયુઝન છે. તેમણે જણાવ્યું કે બંને પાર્ટીઓ સાથે આવવાથી ભાજપનું અભિયાન રોકાશે નહીં, ૨૦૧૯માં ભાજપ યૂપીમાં પહેલા કરતા પણ સારો દેખાવ કરશે.

તમને જણાવી દઈએ કે કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુમારસ્વામીએ પોતાની જાતે બધાને આમંત્રણ આપ્યું છે, સોમવારે તેઓ નવી દિલ્હીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામ પહોંચ્યા હતા.

(4:00 pm IST)