Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

હાઇવે નિર્માણ માટે એક તરફની જમીન સંપાદન થશે

હવે હાઇવે પણ બનશે...સુવિધાપૂર્ણ...ઝડપી... : વૃક્ષો-ઘર-ફેકટરી, ધાર્મિક સ્થળોને નહી તોડાય...જમીન બે ગણાથી વધારે સંપાદીત કરીને ૪ થી ૧ર લેન સુધી વધારી શકાશેઃ કેન્દ્ર સરકારે રાજમાર્ગ બનાવવા નવી નિતિ જાહેર કરી

નવી દિલ્હી તા. રરઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય રાજમાર્ગ જમીન સંપાદન માટે નવી નીતી અમલમાં મુકી દીધી છે. જેમાં નેશનલ હાઇવેને પહોળો કરવા માટે રોડની બંનેબાજુને બદલે એક તરફજ જમીન સંપાદન કરાશે. આ ઉપરાંત જમીન બે ગણાથી વધારે સંપાદિત કરાશે જેથી ભવિષ્યમાં ૪ લેનથી ૧ર લેન સુધી પહોળાઇ વધારી શકાય.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વૃક્ષો, ધાર્મિક સ્થળો, ઘર, ફેકટરી વગેરેને તોડફોડથી બચાવી શકાશે. આનાથી રોડની યોજનાઓ અડચણ વગર ઝડપથી પુરી થઇ શકશે. તેની કિંમત પ૦% સુધી ઘટશે.

સડક પરીવહન મંત્રાલયે ૧૦ મી મેના રોજ બધી રાજય સરકાર પીડબલ્યુડી, એન.એચ.આઇને આ બાબતે નીર્દેશ મોકલી આપેલ છે. 

દેશભરમાં નેશનલ હાઇવે પરીયોજના પુરી કરવામાં મોટી અડચણ જમીન સંપાદન, વૃક્ષો કાપવા, ધાર્મિક સ્થળો અને લોકો -પયોગી સુવિધાઓ જેવી કે પાણી, ગેસની પાઇપ લાઇન, લાઇટના થાંભલા વગેરે હટાવવામાં થાય છે. સડક પરીવહન મંત્રી નીતીન ગડકરીએ આ સમસ્યાના સમાધાન માટે નવી જમીન સંપાદન નીતી અમલમાં મુકવા કહ્યું હતું. સડક મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે રોજના પ થી દસ હજાર વારના આવાગમન હોય તો ર લેનનો માર્ગ બનાવવામાં આવશે જેના માટે ૧૦ મીટર પહોળાઇની જમીન રોડની એક બાજુ કરવામાં આવશે. સાથે સાથે અધિકારી અધ્યયન કરશે જો આવતા રપ થી ૩૦ વર્ષમાં તે માર્ગપર ૪૦૦૦૦ વાહનો આવાગમન થઇ શકે તેવા તેમ હોય તો ૧૦ મીટરને બદલે રોડની એક તરફ ૪પ મીટર જમીન સંપાદિત કરાશે.

જેથી ભવિષ્યમાં બે લેનના નેશનલ હાઇવેને ૪ લેનનો બનાવી શકાય ચાર લેનના નેશનલ હાઇવે પહોળો કરતી વખતે સરકાર ૭૦ મીટર જમીન સંપાદન કરશે જેથી ભવિષ્યમાં અવરજવર વધે તો ૮ લેનનો હાઇવે બનાવ શકાય.

આજ રીતે આઠલેનના રોડમાં ધ્યાન રખાશે કે ભવિષ્યમાં અવર જવર વધે તેમ હોય તો ૭૦ મીટરની જગ્યાએ ૧૦૦ મીટર પહોળી જમીન સંપાદીત કરાશે.

(3:55 pm IST)