Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

બજારમાં ફરી તેજી : ૫૫ પોઇન્ટનો શરૂમાં ઉછાળો

દિવસ દરમિયાન સુધારો રહે તેવી સંભાવના : વૈશ્વિક ઘટનાક્રમની અસર થઇ : કારોબારીઓની નજર સ્થાનિક અને વૈશ્વિક ઘટનાક્રમ ઉપર નજર કેન્દ્રિત કરાઇ

મુંબઇ,તા. ૨૨: શેરબજારમાં આજે સવારે રીક્વરી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૫૫ પોઇન્ટ રિક્વર થઇને ૩૪૬૭૧ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૬ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૫૪૩ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન રિક્વરી રહી શકે છે. શેરબજારમાં ગઇકાલે પણ રેન્જ આધારિત કારોબાર રહ્યો હતો. સોમવારના દિવસે  રેન્જ આધારિત કારોબારના અંતે સેન્સેક્સ ૨૩૨ પોઈન્ટ ઘટીને ૩૪૬૧૬ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૦ પોઈન્ટ ઘટીને ૧૦૫૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી, જેટ એરવેઝ, તાતા મોટર્સ દ્વારા ૨૩મી મેના દિવસે તેમના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામા આવનાર છે. ગેઇલ, એમઓઆઈએલના પરિણામ ૨૪મી મેના દિવસે જાહેર કરાશે. બેંક ઓફ બરોડા, કેડિલા હેલ્થ કેર, એન્જિનિયર્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કુપર્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્ર દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કર્ણાટક ઘટનાક્રમની સ્થિતીની અસર પણ બજારમાં જોવા મળી રહી છે. બીએસ યેદીયુરપ્પાએ ગુરુવારના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ શનિવારે રાજીનામુ આપી દીધું હતું. સરકારની રચના કરવા માટે જરૂરી ૧૧૨ના આંકડા સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, માર્કેટ માટે અન્ય કોઇપણ પરિબળો નકારાત્મકરીતે રહેનાર નથી. ૯મી મેથી ૧૧મી મે દરમિયાન એનબીએફસીનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો.  ક્રૂડની કિંમત સતત છઠ્ઠા સપ્તાહમાં વધી ગઈ છે.

આ સપ્તાહમાં તેની કિંમત બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. અન્ય વિવિધ પરિબળો પણ જોવા મળી રહ્યા છે જેમાં ફેડરલ રિઝર્વની મે મહિનાની બેઠક બુધવારના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. આ ઉપરાંત યુરોપમાં પણ મહત્વની બેઠક યોજાનાર છે. માર્કેટની દિશા નક્કી કરવામાં આ છ પરિબળો ચાવીરુપ ભૂમિકા ભજવશે. છેલ્લા ૧૦ સપ્તાહમાં સાપ્તાહિક આધાર પર ઇક્વિટીમાં સૌથી વધુ ઘટાડો હાલમાં નોંધાયો હતો.

(12:45 pm IST)
  • રાજકોટ જીલ્લાના તમામ ગોડાઉન માલીકો મીટીંગ સાથે યોજતા કલેકટર.. : રાજકોટ જલ્લાના તમામ ૧૦૦ થી વધુ વેરહાઉસ - ગોડાઉન માલીકો મેનેજરોની મીટીંગ બોલાવતા કલેકટરઃ ખુલ્લામાં રહેલો માલ મગફળી, કઠોર સહિતની ચીજ વસ્તુઓ ગોડાઉનમાં સેફ રાખી લેવા સૂચનાઃ ચેકીંગ પણ કરાશે. access_time 4:04 pm IST

  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST

  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST