Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

અનઔપચારિક મુલાકાતથી સંબધો વધુ ગાઢ બન્યાઃ નરેન્દ્રભાઇ સ્વદેશ પરત

ભારત - રશીયાના બંને નેતાઓ વચ્ચે ખુલ્લામને અનેકવિધ મુદ્દે ચર્ચા

આંખોમાં આંખો મેળવી  બન્ને દોસ્તો શું દર્શાવે છે?: એક દિવસીય રશીયાની યાત્રા કરી નરેન્દ્રભાઈ સ્વદેશ પરત ફર્યા છે, ત્યારે રશીયામાં મોદી- પુતિન બંદરીય શહેર સોચી ખાતે કોઈ મુદ્દે વાતચિત કરતા હતા.ત્યારે બન્ને નેતાઓની લાક્ષણીક તસ્વીર કેમેરામાં કેદ થઈ હતી. નરેન્દ્રભાઈએ જણાવેલ કે મારા રાજકીય જીવનમાં રશીયા અને રાષ્ટ્રપતિ પુતિનનું ખુબ મહત્વ છે.

 સોચીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે એક દિવસની રશિયાની મુલાકાત પુર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે. સોચી પહોંચ્યા પછી તેમણે લંચ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. મોદીએ પુતિનને ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને તેમના પ્રથમ ભારત પ્રવાસ અને તત્કાલિન પીએમ એટલ બિહારી વાજપેયી સાથે મુલાકાતની પણ યાદ અપાવી હતી.

પીએમ મોદીએ પુતિનને કહ્યું કે, શ્નપ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તમે ભારત આવ્યા હતા. તે સમયે અટલ બિહારી વાજપેયી તત્કાલિન વડાપ્રધાન હતા. તે સમયે તમે ભારતને જીવંત લોકતંત્ર ગણાવ્યું હતું. જેને લઈ ભારતના લોકો આજે પણ તમને યાદ કરે છે. ભારત અને રશિયા ઘણા જૂનો મિત્રો છે. આપણો સંબંધ અતૂટ છે.

નરેન્દ્રભાઇએ કહ્યું હતુ કે, 'મને ફોન પર તમને અભિનંદન આપવાનો અવસર મળ્યો હતો પરંતુ આજે મળીને અભિનંદન પાઠવવાનું સૌભાગ્ય મળ્યું. ભારતના સવા સો કરોડ દેશવાસીઓ તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. વર્ષ ૨૦૦૦માં પદભાર સંભાળ્યા બાદથી તમારો ભારત સાથે અતૂટ સંબંધ રહ્યો છે.' પીએમ મોદીએ કહ્યું કે 'રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મારા નજીકના મિત્ર પણ છે. સોચિમાં અનૌપચારિક મુલાકાત માટે આમંત્રણ આપવા બદલ તેમનો આભાર.'

  નરેન્દ્રભાઇએ વધુમાં જણાવેલ કે , દ્વપક્ષિય સંબધોમાં રાષ્ધટ્રપતિ પુતિને અનોૈપચારિક  વાતચિતમાં નવા અધ્યાયને જોડયો છે. મારૂ માનવું છે કે આ ભરોષો કાયમ કરવાનો મોટો અવસર છે.

 તેમને વધુમાં જણાવેલ કે મારા રાજકીય જીવનમાં રશિયા અને રાષ્ટ્રપતિ પુતિનનું ખુબજ મહત્વ છે હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી તરીકે કોઇ વિદેશી નેતા સાથે મારી પહેલી મુલાકાત  રાષ્ટ્રપતિ પુતિન સાથે થઇ હતી એટલે મારી આંતર રાષ્ટ્રપતિ સંબધોની શરૂઆત પુતિન અને રશિયાથી થઇ છે

 વડાપ્રધાન જણાવેલ કે એસસીએમાં ભારતને સામેલ કરવા બદલ રશિયાનો આભાર આઠ દેશોના શંધાઇ કો- ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)માં ભારતને સ્થાપી સભ્ય પદ દેવડાવવામાં  રશીયાએ મોટી ભુમિકા નિભાવી  હતી. આ સંગઠનનો મકસદ સભ્ય દેશો વચ્ચે સેન્ય અને આર્થિક સહયોગ વધારવાનો છે

  નરેન્દ્રભાઇએ જણાવેલ કે અમે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ-ટ્રાન્સપોર્ટ કોરીડોર  (આઇએનએસટીસી) અને બ્રીકસમાં મળીને કામ કરી રહયા છીએ. જયારે પુતિને જણાવેલ કે મોદીના પ્રવાસથી બંને દેશોના સંબધોમાં નવો ઉત્સાહ આવ્યો છે. તેમણે સંયુકત  રાષ્ટ્ર બ્રીકસ અને એસસીઓમાં બંને દેશની સંયુકત કામગીરીની પ્રશંસા કરી જણાવેલ કે બંને દેશો વચ્ચ. ગયા વર્ષ આંતરીક  વેપારમાં ઘણી વૃધ્ધી થઇ છે આ વર્ષના શરૂઆતના મહિનાઓમા જ ૧૭ ટકા જેટલી વૃધ્ધી થઇ છે

 એક દિવસીય પ્રવાસના અંતે રશીયાના  રાષ્ટ્રપતિ  પુતિને પ્રોટોકોલ તોડી એરપોર્ટ ખાતે નરેન્દ્રભાઇને વિદાઇ આપવા પણ ગયા હતા ભારત- રશીયાની અનોૈપચારિક દ્વીપક્ષીય મુલાકાત ફળદાયી રહી હતી. (૪૦.૩)

(11:50 am IST)