Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

નીરવ મોદીની ૧૭૧ કરોડની મિલકત પર ટાંચ મારી ઇડીએ

મુંબઈ તા. ૨૨ : રૂ.૧૩૦૦૦ કરોડના પીએનબી કૌભાંડને લગતી મની લોન્ડરિંગ સંબંધિત ચાલી રહેલી તપાસને મામલે ભાગેડુ જાહેર થયેલા બિઝનેસમેન નીરવ મોદી વિરુદ્ઘ પગલાં લેતાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ તેની રૂ.૧૭૧ કરોડની સંપત્ત્િ। ટાંચમાં લીધી હોવાનું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.

ઇડીએ નીરવ મોદીના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ, સાથીદારો સહિતના લોકોના સંખ્યાબંધ બેંક ખાતા, સ્થાવર-જંગમ મિલકત, શેર વગેરે ટાંચમાં લેવાનો ઇડીએ કામચલાઉ આદેશ આપ્યો હતો. ગયા અઠવાડિયે ઇડીએ નીરવ મોદીના મામા અને જવેલર મેહુલ ચોકસીની માલિકીના ગીતાંજલિ ગ્રુપ પાસેતી રૂ.૮૫ કરોડના મૂલ્યની ૩૪૯૯૯ જવેલરી જપ્ત કરી હતી.

(11:42 am IST)