Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

આચારસંહિતા લોકહીત માટેના સરકારી કામોને રોકી શકતી નથી

ચુંટણી પંચની બેઠક યોજાઇ

નવી દિલ્હી તા.રર : ચુંટણીપંચની કહેવા પ્રમાણે ચુંટણી આચારસંહિતાના ધ્યેય પ્રમાણે સરકાર નવી જાહેરાતો ન કરી શકે. આયોગ એમ પણ કહ્યુ કે, સરકારી ખાતાઓએ જયારે પણ તેમને ચુંટણી દરમિયાન પુછયુ ત્યારે જરૂરત પ્રમાણે તેમણે સરકારી પ્રોજેકટ પુરા કરવાની આપી જ છે. શરત એટલી જ કે તે ખાતાએ તે પ્રોજેકટ લોકહીતમાં જરૂરી છે એવું સ્પષ્ટીકરણ આપવુ.

૧૬ મે ના રોજ મળેલ ચુંટણીપંચ અને વિધી મંત્રાલયની પેનલની બેઠકમાં કેવી રીતે લોકસભા અને ધારાસભાની ચુંટણી સાથે કરી શકાય તેની લંબાણપુર્વક ચર્ચા થઇ, પેનલે ચુંટણીપંચને ગોવા, ગુજરાત, હીમાચલપ્રદેશ અને કર્ણાટકની ચુંટણી દરમિયાન આચારસંહિતા માટેની ભલામણો બતાવવાની માંગ કરી હતી.

આચારસંહિતા કોઇપણ રાજય કે દેશમાં ચુંટણીની તારીખ થયાની ચુંટણી પુર્ણ થયાના બે દિવસ બાદ સુધી અમલી રહે છે. આ દરમિયાન સરકાર ચુંટણી પરિણામોને અસર થાય તેવી કોઇ જાહેરાત ન કરી શકે. જો કોઇ બહુ જ જરૂરી સરકારી કામ કરવાનું હોય તો સરકાર ચુંટણી પંચને ભલામણ કરે અને ચુંટણી પંચ તેનો ફેંસલો કરે તે જરૂરી છે.(૪૫.૭)

(11:24 am IST)