Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કુમારસ્વામી કાલે કર્ણાટકની સત્તા સંભાળશે : કેબિનેટનો તખ્તો તૈયાર

બે નાયબ મુખ્યમંત્રીનો પ્રસ્તાવ 'કુમારે' ફગાવ્યો : કાલે શપથવિધિ : બેઠકોનો ધમધમાટઃ સરકાર રચના બાદ બંને પક્ષમાં અસંતોષને ઠારવા કસરત : સ્પીકર - ડેપ્યુટી સીએમ કોંગ્રેસના રહેશે

બેંગલુરૂ તા. ૨૨ : જેડીએસના નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. કુમારસ્વામીનું શપથ ગ્રહણ સમારોહ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે વિપક્ષની મોર્ચાબંધીની રીતે જોવા મળી રહ્યો છે.

 

સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસે સંતુલન બનાવી રાખવા બે ઉપમુખ્યમંત્રી બનાવવા પર જોર આપ્યું હતું, પરંતુ જેડીએસએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ઉપમુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વારનું નામ છે. રાહુલ ગાંધીના તુગલકાબાદ સ્થિત નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં મંત્રિમંડળ ગઠન પર ૨૦ મિનીટ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અગાઉ કુમારસ્વામીએ કહ્યું હતું કે બંને પાર્ટીઓ વચ્ચે કોઇપણ પ્રકારની સોદાબાજી કરવામાં આવશે નહીં. બંને પક્ષ સાથે મળીને કામ કરશે. તેઓ કોંગ્રેસ મોવડીમંડળ પાસે સલાહ લેવા આવ્યા છે. આ બેઠક બાદ જેડીએસ નેતાએ કહ્યું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને શપથ ગ્રહણ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તેઓ બંને શપથગ્રહણ સમારોહમાં આશે.

તેની સિવાય કર્ણાટકના પ્રભારી કેસી વેણુગોપલ પણ ઉપસ્થિત રહેશે. આ અગાઉ કુમારસ્વામીએ કહ્યું કે જેડીએસ અને કોંગ્રેસ રાજયમાં સ્થિર તેમજ મજબુત સરકાર આપશે. કુમારસ્વામી ૨૩ મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેશે. કુમારસ્વામીએ બસપા પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કી લોકસભા ચૂંટણીમાં ક્ષેત્રીય દળની ભુમિકા પર ચર્ચા કરી.

વિપક્ષના ઘણા મોટા નેતા આ શપથ વિધિમાં શામિલ થઇ શકે છે, આ દરમિયાન એવો નજરો પર જોવા મળી શકે છે કે જે ઐતિહાસિક હશે. ઉત્ત્।ર પ્રદેશની રાજનીતિના બે દિગ્ગજ અખિલેશ યાદવ અને માયાવતી પહેલી વાર એક સાથે જોવા મળી શકે છે.

કર્ણાટક કેબિનેટમાં મુખ્યમંત્રી સહીત ૩૪ જેટલા વ્યકિતઓનો મંત્રીમંડળ સમાવેશ થશે. ત્યારે ધરાસભ્યોની સંખ્યાના આધારે કોંગ્રેસ પોતાના ૨૧ ધારાસભ્યોને સરકારમાં મંત્રીપદ અપાવે તેવી પૂરી શકયાતા ચર્ચામાં છે. તોં જેડીએસના ૧૨-૧૩ ધારાસભ્યો મંત્રી બની શકે છે.

ત્યારે એવા અહેવાલ મળી રહ્યા છે કે પહેલા ડે. સીએમ પદ પણ પોતાની પાસે રાખવાની માગ કરનાર જેડીએસ હવે ડે. સીએમ અને સ્પીકર આ બંને પદ કોંગ્રેસને આપવા તૈયાર થઈ ગયો છે. તેની પાછળ કુમારસ્વામી અને રાહુલ ગાંધી વચ્ચે સોમવારે યોજાયેલ મુલાકાત મૂળભૂત કારણ મનાય છે.

અત્યારે પાર્ટી વિધાનસભામાં બહુમત સાબિત કરવા અને સ્પીકરની ચૂંટણી પર ફોકસ કરી રહી છે. જો અત્યારથી સત્તામાં ખેંચતાણ કરવામાં આવશે તો લોકો વચ્ચે ખોટો સંદેશો જશે. જોકે સૂત્રોએ કહ્યું કે સત્તામાં ભાગીદારી અંગે એક ફોર્મો નક્કી કરી દેવામાં આવ્યો છે.

જોકે આ બંને પદ પર કોણ આવશે તેનો નિર્ણય રાહુલ ગાંધી કરશે. સોમવારે કુમારસ્વામીએ નવી દિલ્હી જઈને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી. જયારે કર્ણાટક કોંગ્રેસનું કહેવું છેકે હાલ તો તેમનું બધું ફોકસ કુમારસ્વામી સરકારના શપથ ગ્રહણ પર છે.

બીજીબાજુ લિંગાયત સમુદાય દ્વારા એક વધુ ડે. સીએમ પદની માગ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લિંગાયત સમુદાય તરફથી એમ.બી. પાટીલને બીજા ડે.સીએમ બનાવવામાં આવે તેવી માગણી થઈ રહી છે. જોકે સૂત્રોનું માનીએ જેડીએસ અને કોંગ્રેસ હજુ પણ આ અંગે અંતિમ નિર્ણય પર પહોંચી નથી.(૨૧.૧૩)

(11:20 am IST)