Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કિંમતો કાબુમાં લેવા ટૂંકમાં નક્કર પગલાઓ લેવાશે : ધર્મેન્દ્ર પ્રધાન

પેટ્રોલ-ડિઝલની કિંમત છેલ્લા ૧૬ વર્ષની સૌથી ઉંચી સપાટીએ : હવે તેલની આયાત પર એક્સાઈઝ ડ્યુટીમાં તરત ઘટાડો કરવા ફિક્કી દ્વારા માંગ કરાઈ : મોદી સરકારની ચિંતામાં વધારો : લોકોમાં નારાજગીનું મોજુ

નવી દિલ્હી, તા.૨૧ : પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં જોરદાર ભડકો થઈ રહ્યો છે. આને લઈને સરકાર ગંભીર બનેલી છે. સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભાવ વધારને અંકુશમાં લેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કયા પગલાં લેવા જોઈએ તે દિશામાં પણ વિચારી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે નવી દિલ્હી અને ફાઈનાન્સિયલ હબ ગણાતા મુંબઈમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. છુટક કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પેટ્રોલ પંપ ઉપર કિંમતો રોકેટગતિથી વધી રહી છે. ક્રુડ ઓઈલ માટે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ભારતને આધારિત રહેવાની ફરજ પડે છે. વર્ષ ૨૦૧૪ બાદથી સૌથી ઉંચી સપાટી ક્રુડ ઓઈલની થઈ ગઈ છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષપોર્ટીંગ કન્ટ્રી દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાં કાપ મુકવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે જુદા જુદા વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં જ પેટ્રોલિયમ પેદાશો પર અંકુશ માટે કોઈ નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વધતી જતી કિંમતોને કાબુમાં લેવા માટે નિષ્ફળતા બદલ સરકારની ચારેબાજુ વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે. રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા આ મુદ્દા પર વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકીના એક એવા ભારતમાં પણ આ મુદ્દે ચિંતાજનક રીતે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ક્રુડ ઓઈલ માટે મજબૂત વૈશ્વિક કિંમતોના જોખમના લીધે ભારતની સ્થિતિ આ કોમોડિટીને લઈને ચિંતાજનક છે. ભારત તેની તેલ જરૂરીયાતો પૈકીની ૮૦ ટકા જરૂરીયાતો આયાત મારફતે પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં ક્રુડના મહત્વને લઈને ચર્ચા ખૂબ જરૂરી બની ગઈ છે. સોમવારના દિવસે ઈન્ડસ્ટ્રી લોબી ગ્રુપ એફઆઈસીસીઆઈ દ્વારા તેલની આયાત ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં તરત કાપ મુકવા માટેની માંગ કરી હતી. આ વર્ષે ઓઈલને લઈને ખર્ચનો આંકડો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહ્યો છે. આ આંકડો એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે. જે ૨૦૧૫ અને ૨૦૧૬ની સરખામણીમાં બે ગણો વધારે છે. તેલ કિંમતો ૮૦ ડોલરની સપાટી ઉપર પહોંચી ગઈ છે.  પેટ્રોલ અને ડિઝલની કિંમત નવી સપાટીએ પહોંચી રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે ઓપેક દેશોમાં તેલના ઓછા ઉત્પાદનના પરિણામ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ક્રુડની કિંમતમાં હાલમાં વધારાની પાછળ ડિમાન્ડમાં વૃદ્ધિ, સાઉદી અરબના નેતૃત્વમાં તેલ ઉત્પાદક દેશોના ઉત્પાદનમાં ઘટાડો, વેનેઝુએલામાં ઉત્પાદનમાં ઘટાડો, અમેરિકાના ઈરાન ઉપર પ્રતિબંધના પરિણામ સ્વરૂપે આ અસર થઈ છે. સરકારી પેટ્રોલિયમ કંપનીની પાસે ઈન્ટરનેશનલ ફ્યુઅલ રેટ, કરન્સીમાં એક્ષચેન્જ રેટ મુજબ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં દરરોજ ફેરફાર કરવાની જોગવાઈ છે. કર્ણાટકમાં મતદાનથી ૧૯ દિવસ પહેલાથી પેટ્રોલ-ડિઝલની કિંતમાં ફેરફારને રોકી દેવાયા હતા. હવે પેટ્રોલિયમ કંપનીઓ આ અવધિ દરમ્યાન થયેલા નુકસાનની ભરપાઈના પ્રયાસો કરી રહી છે. જેથી કિંમતોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડિઝલની કિંમત મુંબઈમાં રેકોર્ડ સપાટી ઉપર છે. મુંબઈમાં પેટ્રોનલી કિંમત ૮૪.૦૭, ચેન્નાઈમાં ૭૯.૧૩, કલકત્તામાં ૭૮.૯૧ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૬.૨૩ સુધી પહોંચી ગઈ છે. કોલકાતામાં ડિઝલની કિંમત ૭૦.૭૨ સુધી પહોંચી છે.

(12:00 am IST)
  • સાંજે હિમાચલ પ્રદેશના સિમલામાં ભૂકંપના આંચકો :રિક્ટર સ્કેલ પર 3,6ની તીવ્રતા નોંધાઈ :સાંજે 6-05 કલાકે ભૂકંપના આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી ગયા :કોઈ જાનહાનિના અહેવાલ નથી :ગઈકાલે પ્રસિદ્ધ પર્યટન સ્થળ કિન્નોરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો access_time 11:45 pm IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST

  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST