Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કર્ણાટકમાં ભાજપે 6500 કરોડ ખર્ચયા:બીજાના ધારાસભ્યો ખરીદવા 4000 કરોડ રાખ્યા હતા ;કોંગ્રેસનો મોટો આરોપ

અમિતભાઇ શાહ ઉપર હોર્સટ્રેડિંગ મામલે કોંગ્રેસના આનંદ શર્માનો વળતો હુમલો

નવી દિલ્હી :કર્ણાટકમાં ભાજપના યેદિયુરપ્પાએ બહુમત મેળવ્યા પહેલા રાજીનામુ આપી દેતા હવે જેડીએસના કુમારસ્વામી મુખ્યમંત્રી પડે શપથ લેનાર છે ત્યારે યેદિયુરપ્પાના શપથ બાદ બે દિવસમાં હોર્સટ્રેડિંગનો મુદ્દો ખાસ્સો ચર્ચા રહયો હતો બીએસ યેદિયુરપ્પાના રાજીનામા અને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહે કોંગ્રેસ ઉપર ભારે હુમલાઓ કર્યા હતા. ત્યારબાદ કોગ્રેસ પાર્ટીએ પણ અમિતભાઈ શાહ ઉપર વળતો હુમલો કર્યો હતો.

   હોર્સ ટ્રેડિંગને લઇને કોગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું હતું કે, લોકોને પ્રજાતંત્ર ઉપર કેટલો વિશ્વાસ છે કર્ણાટકમાં સ્પષ્ટ જોવા મળ્યું છે. બીજેપીએ કર્ણાટકમાં લગભગ 6500 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પ્રચાર માટે દરેક ઉમેદવારને 20-20 કરોડ રૂપિયા આપ્યા હતા. બીજા પક્ષોના ધારાસભ્યોને ખરીદવા માટે 4000 કરોડ રૂપિયા રાખ્યા હતા. રૂપિયા ક્યાંથી આવ્યા એની તપાસ થવી જોઇએ.

  કોંગ્રેસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યમાં સત્તા મેળવવા માટે મની પાવર અને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવા માટે વડાપ્રધાન મોદી અને શાહે દેશના જનતાને માફી માંગવી જોઇએ.

   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણના નિયમોના ધજાગરા ઉડાવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બીજેપીના અધ્યક્ષને માફી માંગવી જોઇએ. શર્માએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નહીં પરંતુ એવા પ્રચાર મંત્રી છે જેનો પ્રચારમાં સામનો કરવો મુશ્કેલ છે.

   આનંદ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વોટ શેર 2013ની તુલનાએ વધ્યા હતા. શું બીજેપી પોપ્યુલર વોટને યોગ્ન માનતા નથી ? તેઓ કયા આધારે પોપ્યુલર વોટ વોટને માનવાથી ઇન્કાર કરી રહ્યા છે?

 

(12:00 am IST)