Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

તિરુપતિ મંદિરના ઝવેરાત જાહેરમાં મુકવાની તૈયારી : મંજૂરી નહીં મળે તો 3ડી માધ્યમથી ડિજિટાઇઝ કરશે

જ્વેલરી જાહેર પ્રદર્શનમાં મૂકી તેની સુરક્ષાને લગતી તમામ આશંકાઓને દૂર કરી શકે છે

 

તિરુમાલા : તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) અને પૂર્વ મુખ્ય પૂજારી એવી રમાણા દીક્ષિતુલૂની વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ટીટીડીના કાર્યકારી અધિકારી અનિલ કુમાર સિંઘલે કહ્યું કે, જો અગામા શાસ્ત્ર મંજૂરી આપે તો મંદિર તેના ખજાનામાં રહેલી જ્વેલરી જાહેર પ્રદર્શનમાં મૂકી તેની સુરક્ષાને લગતી તમામ આશંકાઓને દૂર કરી શકે છે. સિંઘલે જાહેરાત એટલા માટે કરી કે દિક્ષિતુલૂએ ગત 22 વર્ષમાં મંદિરમાંથી હીરા-ઝવેરાત ગુમ થયાનો આરોપ લગાવતા મામલાની સીબીઆઈ તપાસની માગ કરી છે.

   સિંઘલે મીડિયાને કહ્યું કે, જો આગામા શાસ્ત્રો મંદિરના આભૂષણોનું જાહેર પ્રદર્શન કરવાની મંજૂરી નહીં આપે તો ટીટીડી તેમને 3ડી માધ્યમથી ડિજિટાઈઝ કરશે અને તસવીરોને જનતા માટે એક સંગ્રહાલયમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘ મારો વ્યક્તિગત વિચાર છે. અધિકારીઓ અને ઉચ્ચ સ્તરે બેઠેલા લોકોએ તેના પર વિચાર કરવો જોઈએ.’

    દીક્ષિતુલૂ દ્વારા આરોપ લગાવાયો હતો કે, પહેલા ટીટીડીના ઘરેણાંના રજિસ્ટરમાં ઉલ્લેખિત રૂબી ગાયબ થયો છે અને જિનેવામાં હરાજી માટે એવો એક મુલ્યવાન પત્થર આવ્યો છે. સિંઘલે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ટીટીડી કર્મચારી બધી વસ્તુઓ સુરક્ષિત રાખવા માટે ભારે મહેનત કરે છે અને પ્રકારના આરોપોથી અમને ખરેખર તકલીફ પડી રહી છે.’

   2001માં બ્રહ્મોત્સવ ગરુડ સેવા દ્વારા કથિત રીતે તૂટેલા રૂબીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ન્યાયાધિશ જગન્ધા રાવ સમિતિએ એક રિપોર્ટ આપ્યો છે કે, કિંમતી પત્થરના તૂટેલા ટુકડા પેશકરની કસ્ટડીમાં છે. તેમણે કહ્યું કે, ‘ ઝવેરાત 1945માં મૈસૂરના મહારાજાએ દાન કર્યા હતા અને ત્યારે રૂબીની કિંમત 500 કરોડ રૂપિયા હતી.’ તેમણે જણાવ્યું કે, ‘પછી ટીટીડીના ઈઓ, આઈવાઈઆર કૃષ્ણ રાવે 2010માં રાજ્ય સરકારને એક રિપોર્ટ પણ આપ્યો હતો, જેમાં કહેવાયું હતું કે, તૂટેલા તૂટકા રૂબીના હતા, નહીં કે ગુલાબી હીરાના

(12:00 am IST)