Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મુસ્લિમ વ્યક્તિએ રોઝા તોડી હિન્દૂ યુવાનની જિંદગી બચાવી લીવર ઇન્ફેક્શનથી પીડાતા અંજયને લોહી આપવા દોડી ગયા

સોશ્યલ મીડિયામાં મદદ માંગતા એનએએફપીએસઆરના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફખાન વ્હારે આવ્યા

 

નવી દિલ્હી :હિન્દૂ -મુસ્લિમના નામે રાજકીયપક્ષ ધમાસાણ મચાવી મૂકે છે ધર્મના નામે માનવતા મૂકી દેવાય છે લોકો ધર્મના નામે લડી મરે છે ત્યારે  આરિફ ખાનના એક વ્યક્તિએ કોમી એકતાની એક અનોખુ ઉદાહરણ રજૂ કર્યું છે અને સાબિત કરી આપ્યું કે, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી હોતો.તેણે જે કર્યું તે એવા લોકો માટે એક દાખલો છે જેઓ માણસને હિન્દુ-મુસ્લિમમાં વહેંચી રમખાણો કરે છે.

    મેક્સ હોસ્પિટલમાં દાખલ  અજય બિજલ્વાણ (20)ની હાલત ખૂબ ગંભીર છે અને તે અત્યારે ICUમાં છે. લિવરમાં ઈન્ફેક્શનથી પીડાતા અજયના પ્લેટલેટ્સમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હતો અને શનિવારે સવારે તે પાંચ હજારથી પણ ઓછી થઈ ગઈ. ડૉક્ટર્સે પિતા ખીમાનંદ બિજલ્વાણને કહ્યું કે, જો -પોઝિટિવ બ્લડ મળ્યું તો તેના જીવ ખતરામાં મુકાઈ શકે છે.

   ઘણા પ્રયત્નો બાદ પણ કોઈ ડોનર મળતા ખીમાનંદના પરિચિતોએ સંદર્ભે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા મદદ માંગી. જ્યારે સહસ્ત્રધારા (નાલાપાની ચોક) રહેવાસી નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરિફ ખાનને સૂચના મળી ત્યારે તેમણે અજયના પિતાને ફોન કર્યો. તેમણે કહ્યું કે, તે રોઝા કરી રહ્યાં છે પણ ડોક્ટર્સને કોઈ વાંધો હોય તો તે લોહી આપવા માટે તૈયાર છે.

    ડૉક્ટર્સે કહ્યું કે, લોહી આપતા પહેલા આરિફ ખાને કંઈક ખાવું પડશે એટલે કે રોઝા તોડવા પડશે. આરિફ ખાન સ્હેજ પણ સમય લીધા વિના હોસ્પિટલ પહોંચી ગયા. તેમણે કહ્યું કે, ‘રોઝા તોડવાથી કોઈનો જીવ બચી શકતો હોય તો મને આવું કરવામાં કોઈ વાંધો નથી. હું પહેલા માનવધર્મ નિભાવીશ.’ તેમણે કહ્યું કે, ‘રમઝાનમાં જરૂરિયાતમંદોને મદદ કરવાનું ખૂબ મહત્વ છે

(1:04 am IST)
  • કચ્છના ભાનાડામાં જમીન મુદ્દે થયેલા ફાયરીંગમાં પિતાનું મોતઃ બે પુત્રોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલે ખસેડાયાઃ શીખ પરિવારના બે જુથ વચ્ચે અથડામણ access_time 12:40 pm IST

  • જામિયા મિલિયા ઇસ્લામિયાની સત્તાવાર વેબસાઈટ આખો દિવસ હેક રહ્યાં બાદ પૂજાએ લખ્યું ''સોરી આઈ હેવ બોયફ્રેન્ડ '' : હેકરે આખું હોમપેઝ કાળું કરી નાખ્યું હતું અને તેના પર ''હેપ્પી બર્થડે પૂજા ''લખી નાખ્યું હતું :સ્ક્રીનની નીચે લાલા રંગમાં નાના અક્ષરે લખ્યું ' યોર લવ ' :આ વખતે પૂજા દ્વારા મેસેજ લકહાયો 'સોરી ' આઈ હેવ બોયફ્રેન્ડ'' access_time 1:24 am IST

  • કોંગ્રેસ-JDS જોડાણ અસંવૈધાનિકઃ સુપ્રિમમાં પહોંચી હિન્દુ મહાસભા : વજુભાઇ વાળાએ કુમાર સ્વામીને આપેલું આમંત્રણ ગેરકાયદે જાહેર કરવા માંગણી : શપથ ગ્રહણ રોકો : તત્કાળ સુનાવણીની રજૂઆત access_time 11:17 am IST