Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કોઈમ્બતૂરના ઇન્ટિરિયર ડિઝાઈનરે બનાવી લાકડાની સાઇકલ:લોકોમાં બની ખુબ લોકપ્રિય :કંપની શરૂ કરશે

સાયકલ તૂટયા બાદ નવી ફ્રેમ નહીં મળતા આઈડિયા અપનાવ્યો :લોન્ગ રાઈડ પણ કરી શકાય

 

કોઈમ્બતૂર:કોઈમ્બતૂરના ઈન્ટિરિયર ડિઝાઈનરે લાકડાની અનોખી સાઇકલ બનાવી છે જે ખાસ્સી લોકપ્રિય બની રહી છે હવે તે કંપની શરુ કરવા પણ વિચારી રહ્યાં છે ગત વર્ષે 33 વર્ષના પી કે મુરુગેસનની સાઇકલ ગત વર્ષે તૂટી ગઈ હતી. તેના માટે તેમને નવી ફ્રેમ મળી તો તેમણે પ્લાયવૂડમાંથી સાઇકલ માટે ફ્રેમ ડિઝાઈન કરી હતી પ્રક્રિયામાં તેમણે પોતાની સાઇકલને સંપૂર્ણ રીતે લાકડાની બનાવવાનું નક્કી કર્યું. તેમણે બનાવેલી સાઇકલમાં હેન્ડલ અને સીટ જેવા મહત્વના પાર્ટસ સિવાયના ભાગો લાકડાના બનેલા છે.

   મુરુગેસનને જણાવ્યું કે, ‘મેં પહેલા એક પ્રયોગ તરીકે સાઇકલ બનાવવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત મને પર્યાવરણની પણ ચિંતા હોવાથી મેં લાકડાની સાઇકલ બનાવવાનું નક્કી કર્યું. મારું માનવું હતું કે, લોકોને તેનાથી સાઇકલ ચલાવવાની પ્રેરણા મળશે.’

 હવે મુરુગેસન જ્યારે તેની લાડડાની સાઇકલ લઈને રોડ પર નીકળે છે તો લોકોની ભીડ એકઠી થઈ જાય છે. તેનું કહેવું છે કે, લોકો તેને ઊભો રાખે છે અને સાઇકલ વિશે પૂછપરછ કરે છે. તેમજ આવી સાઇકલ બનાવી આપવા પણ કહે છે.

  સાઇકલની ડિઝાઈન બનાવવામાં મુરુગેસનને 15 દિવસ લાગ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘પહેલી સાઇકલ બનાવવામાં 25,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. તે પછી મેં ડિઝાઈનમાં સુધારો કર્યો અને સાઇકલની પડતર 18,000 રૂપિયા સુધી નીચે આવી ગઈ.’ તેમમે જણાવ્યું કે, તે ડિઝાઈન રજિસ્ટર કરાવવાનું અને પોતાની કંપની શરૂ કરવાનું વિચારી રહ્યા છે.

  મુરુગેસને જે પહેલી સાઇકલ બનાવી હતી, તેમાં તેમણે જે ટાયરનો ઉપયોગ કર્યો હતો તેનાથી પાકા રસ્તા પર સાઇકલ ચલાવવાનું સુગમ રહે છે. હવે પછીની ડિઝાઈનમાં તેઓ એવા ટાયરનો ઉપયોગ કરશે કે જેથી લાકડાની સાઇકલ પર લોંગ રાઈડ પણ કરી શકાય.

 

(1:02 am IST)