Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

યુપીની હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડના કાળા બજાર શરૂ

કોરોનાના કહેરમાં માનવતા નેવે મૂકતા પિશાચો : નાની હોસ્પિટલોમાં બેડની કિંમત ૩૦,૦૦૦ અને મોટી હોસ્પિટલોમાં બેડની કિંમત ૬૦,૦૦૦ બોલાઈ રહી

લખનૌ, તા. ૨૨ : યુપીમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે માનવતાને નેવે મુકીને હોસ્પિટલોમાં દર્દીઓ માટેના બેડના કાળાબજાર શરુ થઈ ગયા છે.

એક તરફ દવાની અછત છે, બીજી તરફ ઓક્સિજન નથી અને હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે હોસ્પિટલના બેડની હજારો રુપિયામાં બોલી લાગી રહી છે. એક અખબારના અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણએ આગ્રામાં હોસ્પિટલોમાં દર્દીઓની સ્થિતિના આધારે બેડની કિંમત વસુલવામાંઆવી રહી છે.

નાની હોસ્પિટલોમાં બેડની કિંમત ૩૦,૦૦૦ રુપિયા અને મોટી હોસ્પિટલોમાં બેડની કિંમત ૬૦,૦૦૦ રુપિયા બોલાઈ રહી છે. આ રોજનો ભાવ છે. જેમાં દવાઓનો ખર્ચ તો અલગથી ચાર્જ કરવામાં આવે છે. આ અહેવાલ બાદ તંત્રમાં હડકંપ મચી ગયો છે.

મોટી હોસ્પિટલોમાં દર્દીના પહોંચ્યા બાદ ભાવ નક્કી થાય છે. ચિઠ્ઠીઓ પર ભાવ લખીને આપવામાં આવે છે અને એક બેડના ૬૦,૦૦૦ રુપિયા સુધી ચાર્જ લેવાઈ રરહ્યો છે. જો કોઈ દર્દી વધારે પૈસા આપવા માટે તૈયાર થાય તો પહેલેથી દાખલ દર્દીને ગમે તે બહાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે.

યુપીમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોની નફાખોરીની ઘટના ચોંકાવી દે તેવી છે. કારણકે દેશના સૌથી મોટા રાજ્યમાં રોજના ૩૦,૦૦૦ કરતા વધારે નવા કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે.

(9:41 pm IST)