Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

આખા દિવસની દોડાદોડી બાદ ઓકિસજન સિલિન્ડર મળ્યુંપણ મોડું થઈ ગયું: સગા ભાઈઓના મોત

ઓકિસજન લેવલ ઘટી જતા તાત્કાલિક દાખલ કરાયા પરંતુ હોસ્પિટલમાં જ ઓકિસજનની અછત સર્જાતા એક ભાઈનું રાત્રે ૮ વાગ્યે અને બીજાનું સવારે ૪ વાગ્યે નિધન થયું : નોઇડાની હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બે સગા ભાઇઓના મોત થયાઃ કોરોના વોર્ડમાં દાખલ થયેલા બે ભાઈઓએ કોરોના સામેની જંગ હારી, પરિવારજનોએ ઓકિસજનની વ્યવસ્થા કરી પરંતુ મોડું થઈ ગયું

નોઈડા/ગાઝિયાબાદ, તા.૨૨: રાજધાની દિલ્હી સાથે જોડાયેલા ઉત્ત્।રપ્રદેશના બે શહેરો નોઈડા અને ગાઝિયાબાદના હોસ્પિટલમાં પાછલા કેટલાક દિવસથી ઓકિસજન સપ્લાયની અછત સર્જાઈ રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. સ્થાનિક વહીવટી તંત્રનો સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ નોઈડાના બરૌલામાં કોરોના વોર્ડમાં દાખલ થયેલા બે સગા ભાઈઓએ અંતિમ શ્વાસ લીધો છે.

પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનારા સુનીલ ગહેલોત (૪૩) અને વકીલ નટવર ગહેલોત (૪૧)ને ૧૭ એપ્રિલે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેમનું ઓકિસજન લેવલ ૯૦ કરતા નીચે આવી ગયું હતું. પરંતુ કોવિડ ટેસ્ટ વગર હોસ્પિટલે તેમને દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ પછી તેમને કોઈ પણ રીતે આલ્ફા ૨ના નવીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નટવરના સગા નિતિને જણાવ્યું કે, ઙ્કતેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. હોસ્પિટલ મેનેજમેન્ટે તેમના માટે ઓકિસજનની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે. અમે કોઈ પણ રીતે ૧૦ કિલો સિલિન્ડરની વ્યવસ્થા કરી અને રવિવારે સાંજે તેને હોસ્પિટલને સોંપ્યો હતો. રવિવારે રાત્રે બન્નેની તબિયત વધારે ખરાબ થવા લાગી. આ પછી સુનીલે રાત્રે ૮ વાગ્યે અને નટવરે સવારે ૪ વાગ્યે કોરોના સામેની જંગમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ગાઝિયાબાદ અને નોઈડામાં લગભગ ૧૨ હોસ્પિટલોએ બુધવારે ઓકિસજનની અછત હોવાની વાત કરી. નોઈડા સેકટર-૩૯માં સરકારી હોસ્પિટલની સ્થિતિ ખરાબ છે. સેકટર-૧૯ના ભારદ્વાજ હોસ્પિટલ, ગ્રેટર નોઈડામાં શર્મા અને  હોસ્પિટલમાં પણ ઓકિસજનની ભારે ડિમાન્ડ છે. આ જ સ્થિતિ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમના એક જાણીતા હોસ્પિટલની છે, જેમની પાસે અમુક કલાકો પુરતો જ ઓકિસજન બચ્યો છે.

શાંતિ ગોપાલ હોસ્પિટલમાં એક દર્દીના સગાએ જણાવ્યું કે, ઙ્કઅમને ખબર છે કે હોસ્પિટલમાં ઓકિસજનની અછત સર્જાઈ રહી છે. તમામ ૨૫ દર્દીઓને ઓકિસજનના સપોર્ટની જરુર પડશે. મેનેજમેન્ટ પાસે ઓકિસજન પૂરોથઈ ગયાની સ્થિતિમાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

(3:28 pm IST)