Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

નિષ્ણાતોનો દાવોઃ કોરોના સંક્રમણ આ તારીખો વચ્ચે તેના શિખર પર હશે

૧૧ થી ૧૫ મે વચ્ચે કોરોનાના ૩૩ થી ૩૫ લાખ દર્દીઓ હશે

જો કે કોરોના વાયરસ ''પીક'' ઉપર પહોંચ્યા બાદ ટાઢો પડશેઃ આવતા કેટલાક સપ્તાહો જાળવવા જેવા રહેશે

નવી દિલ્હી તા. રર : જો તમે એમ સમજી રહ્યા છો કે કોરોનાની લહેરને ઓછી કરવા માટે રાજયોમાં વીકેન્ડ કર્ફયુ, વીકલી કર્ફયું નાનું લોકડાઉન કોરોના કર્ફયું અથવા સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ જેવા પગલાથી કોરોનાની ગતિ ઘટી જશે તો એ તમારી ભૂલ છે હાલમાં દેશમાં જે ગતિથી કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. તેનાથી નિષ્ણાંતોનું એજ કહેવું છે કે આવતા મે મહીનાના ૧૧ થી ૧પ તારીખ વચ્ચે કોરોનાથી સંક્રમિત થનારાની સંખ્યા ૩૩ થી ૩પ લાખ સુધી પહોંચી શકે છે.

તેનો અર્થ એ છે કે આવતા બે-ત્રણ સપ્તાહ દરમ્યાન સંક્રમણના દરમાં ઘટાડો આવ્યા પહેલા સંક્રમિતોની સંખ્યામાં થોડો વધારો પણ નોંધાશે એક અહેવાલ મુજબ જો કોરોના સંક્રમિતોના વર્તમાનમાં આપેાલ આંકડા સાચા છે તો મેના મધ્યમાં કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ કોરોનાના કુલ એકિટવ કેસોની સંખ્યા ૧૦ લાખથી ત્રણ ગણી વધુ હશ.ે

જો કે મેડિકલની અછત અને સુવિધાઓના સંદર્ભમાં નીતિ નિર્માતાઓને યોગ્ય પ્રતિક્રિયા તંત્રને તૈયાર કરવુ઼ મહત્વપૂર્ણ છે. નવા આંકડા તો એજ દર્શાવે છેકે ર૩ થી ૩૦ એપ્રિલ વચચે દિલ્હી, હરિયાલા, રાજસ્થાન અને તેલંગાણમાં, કોરોનાના નવા કેસ તેમના ચરમ પર હશે બીજીબાજુઓડીશા, કર્ણાટક અને પ.બંગાળમાં ૧ થી પ મે વચ્ચે જયારે તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ૬ થી ૧૦ મે વચ્ચે કોરોનાના નવા કેસમાં ઉત્તરોત્તર વધારો થશ.ે

આઇઆઇટી કાનપુરના જીનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે છે કે અમારી પધ્ધતિના હિસાબથી સંક્રમણના નવા કેસ ૧ થી પ મે દરમ્યાન સંક્રમણના નવા કેસ રોજના અંદાજે ૩૩ થી ૩પ લાખ સુધી આવી શકે છે. તે આગામી ૧૦ દિવસ બાદ એટલે કે ૧૧ થી ૧પ મે સુધી વધીને ૩૩ થી ૩પ લાખ સુધી પહોંચશે.

(3:14 pm IST)