Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ટીવીની અભિનેત્રી હીના ખાનના પિતાનું હાર્ટ એટેકેને કારણે નિધન

કાશ્મીરમાં મ્યુઝિક વીડિયોનું શુટિગ કરતી હીનખાનને પિતાના નિધનના સમાચાર મળ્યાં : શુટિંગ પડતું મૂકીને મુંબઈ રવાના

મુંબઈ : ટીવીની લોકોપ્રિય અભિનેત્રી હીના ખાનના પિતાનું હાર્ટ એટેકેને કારણે નિધન થયું છે. પિતાના નિધનના સમાચાર મળ્યાં ત્યારે હિના કાશ્મીરમાં મ્યૂઝિક વીડિયોના સોંગના શુટિંગમાં વ્યસ્ત હતી. હિના તાત્કાલિક શુટિંગ અટકાવી દઈને મુંબઈની વાટ પકડી હતી

 હિનાના પિતાની ઉંમર 65 વર્ષની હતી. 65 વર્ષની ઉંમરમાં તેમને હાર્ટએટેક આવ્યો હતો. હિનાને જ્યારે આ સમાચાર મળ્યાં ત્યારે ભાંગી પડી હતી અને તેણે વીડિયો ફિલ્મનું શુટિંગ પડતુ મૂકીને મુંબઈની વાટ પકડી હતી.

યે રિસ્તા ક્યા કહેલાતા હેની અભિનેત્રી હિના તાજેતરમાં બેદર્દ મ્યુઝિમ વીડિયો સોંગમાં નજરે ચડી હતી. 16 એપ્રિલે આ ગીત બહાર પડ્યું હતું. આ મ્યૂઝિક વીડિયોમાં સ્ટેબીન બેન અને સપન કૃષ્ણાએ ભૂમિકા ભજવી હતી.

(12:50 pm IST)