Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોનોની બીજી લેહરમાં વધ્યુ ચેક બાઉન્સીંગ

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને તેલંગાણામાં વધારે ચેક બાઉન્સ થઇ રહયા છે

મુંબઇ તા.રર : કોરોનાની બીજી લહેરની અસર બેંક ગ્રાહકો પર દેખાવાનું શરૂ થઇ ગયુ છે. એચડીએફસી બેંક અનુસાર, એપ્રિલના મધ્યમાં ચેક બાઉન્સીંગના કિસ્સાઓ વધ્યા છે.

એપ્રિલ ર૦ર૧ના પહેલા પખવાડીયામાં ચેક બાઉન્સના બનાવો થોડા વધ્યા છે કદાચ તે આરોગ્યની ખરાબ થઇ રહેલી પરિસ્થિતિની અફડાતફડીના કારણે છે. ચોથા ત્રિમાસીક પરિણામોની જાહેરાત પછી એક વિશ્લેષક દ્વારા પુછવા પર બેંક અધિકારીઓએ કહયુ કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે કે નહિ એ સ્થિતિ સ્પષ્ટ નથી. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ચેક બાઉન્સના કિસ્સાઓ વધ્યા છે. ઓકટોબરથી માર્ચ સુધી ચેક બાઉન્સના કિસ્સાઓમાં સુધારો હતો ઘરેલું બ્રોકરેજ મોતીલાલ ઓસવાલ અનુસાર ચેક બાઉન્સીંગના રેટ અત્યારે ર૧ જાન્યુઆરીના લેવલે પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને તેલગાણામાં વધારે ચેક બાઉન્સ થઇ રહયા છે.

(11:41 am IST)