Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોવેક્સિનનો ક્લિનિકલ પ્રભાવ ૭૮ ટકા, ગંભીર કોરોના સામે ૧૦૦ ટકા

કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા જાહેર : ભારતમાં બનેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન સાર્સ-કોવ-૨ના તમામ વેરિએંટ સામે પ્રભાવી હોવાનું સામે આવ્યું

નવી દિલ્હી, તા.૨૧ : ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે  આ વેક્સિનનો ક્લિનિકલ પ્રભાવ ૭૮% અને ગંભીર કોરોના રોગ સામે ૧૦૦% પ્રભાવી છે. જો કે હજું કોવેક્સિનનો અંતિમ ડેટા જૂન મહિનામાં આવી શકે છે.

માત્ર આટલું જ નહીં પરંતુ આઈસીએમઆરના નવા સંશોધનમાં સામે આવ્યું છે કે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન સાર્સ-કોવ-૨ના તમામ પ્રકારના વેરિએંટ સામે પ્રભાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વેક્સિનની બીજી લહેર પાછળ ડબલ મ્યુટેંટ સ્ટ્રેન કારણભૂત છે. ત્યારે કોવેક્સિન ડબલ મ્યુટેંટ સ્ટ્રેન સામે પણ પ્રભાવી છે. ફેઝ-૩ના ટ્રાયલમાં ૧૮-૯૮ વર્ષની વચ્ચેના ૨૫૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ૬૦ વર્ષથી વધારે ઉંમરના ૧૦ ટકા લોકો સામેલ છે. ટ્રાયલ દરમિયાન આ લોકોને ૧૪ દિવસ બાદ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો. નેશનલ ઇંસ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીએ સાર્સ-કોવ-૨ વાયરસના અનેક વેરિએંટસને સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યા છે. જેમાં બ્રાઝિલ વેરિએંટના બી.૧.૧.૨૮, યુકે વેરિએંટના બી.૧.૧.૭, સાઉથ આફ્રિકન વેરિએંટના મ્.૧.૩૫૧ સામેલ છે.

ભારત બાયોટેકના ચીફ કૃષ્ણા એલાએ કહ્યું કે કોવેક્સિન સાર્સ-કોવ-૨ સામે સારી પ્રભાવશાળઈ સાબિત થઇ છે. ઇમરજન્સી ઉપયોગમાં કોવેક્સિને રેકોર્ડ પ્રદર્શન કર્યુ છે. વિશ્વસ્તરીય માપદંડોને પુરા કર્યા છે, અને અંતિમ ટ્રાયલનો ડેટા જાહેર કર્યો છે.

(12:00 am IST)