Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શ્રીલંકામાં બોમ્બ વિસ્ફોટ પાછળ નેશનલ તૌહીદ જમાત નામના સંગઠનનો હાથ : હુમલાખોર શ્રીલંકન નાગરિક

કટ્ટર મુસ્લિમ સમૂહ- નેશનલ તૌહીદ જમાત નામના સ્થાનિક સંગઠનને ઘાતક વિસ્ફોટને અંજામ આપ્યો

 

કોલંબો: શ્રીલંકામાં બૉમ્બ વિસ્ફોટની સૌથી મોટી આતંકવાદી ઘટના પાછળ નેશનલ તૌહીદ જમાત નામના સ્થાનીય સંગઠનનો હાથ હતો. શ્રીલંકાના એક મુખ્ય મંત્રીએ જાણકારી આપી હતી. ઇસ્ટરના તક પર થયેલા આતમઘાતી હુમલામાં 290 લોકોના મોત થયા છે અને 500 લોકો ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી તેમજ સરકારી પ્રવક્તા રજીત સેનારત્નેએ પણ કહ્યું કે, વિસ્ફોટમાં સામેલ દરેક આત્મઘાતી હુમલાખોર શ્રીલંકન નાગરિક જાણવા મળી રહ્યું છે.

  પત્રકાર પરિસદમાં મંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય ઇન્ટેલિજેન્સ એજન્સીના પ્રમુખે 11 એપ્રિલ પહેલા મામલે આશંકાને લઇને પોલીસ મહાનિરીક્ષક (આઇજીપી)ને આગ્રહ કર્યો હતો. સેનારત્નેએ કહ્યું, ‘ચાર એપ્રિલે આતંરરાષ્ટ્રીય ગુપ્ત એજન્સીઓએ મામલે હુમલાને લઇને આગાહ કર્યા હતા. આઇજીપીને 9 એપ્રિલે જાણકારી આપી હતી.’ તેમણે કહ્યું કે, કટ્ટર મુસ્લિમ સમૂહ- નેશનલ તૌહીદ જમાત નામના સ્થાનિક સંગઠનને ઘાતક વિસ્ફોટને અંજામ આપવા પાછળ માનવામાં આવે છે.

(12:43 am IST)