Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભારે કરી :દિગ્વિજયસિંહે પુછ્યું; કોઈના ખાતામાં 15 લાખ આવ્યા? યુવકે મંચ ઉપર મોદીના કર્યા વખાણ : ધક્કા મારી નીચે ઉતાર્યો

યુવક માઈક પર પીએમ મોદીના ગુણગાન કરવા લાગ્યો:એર સ્ટ્રાઈકના વખાણ કરવા લાગ્યો: દિગ્વિજય સિંહ ભડકી ઉઠ્યા

 

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહસ સાથે જોયાજેવી થઇ હતી દિલ્ગવીજય સિંહની ચૂંટણી સભા દરમ્યાન એક રસપ્રદ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક મંચ પર અચાનક માઈક લઈ પીએમ મોદીના વખાણ કરવા લાગ્યો. ત્યારબાદ દિગ્વિજય સિંહે તેને મંચ પરથી ઉતરાવી દીધો. દિગ્વિજય સિંહને કોંગ્રેસે ભોપાલ સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.

  અંગેની વિગત મુજબ  ભોપાલમાં એક ચૂંટણી સભા દરમ્યાન દિગ્વિજય સિંહે લોકોને પુછ્યું કે, કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા? ત્યારબાદ એક યુવક હાં બોલ્યો, તો દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવી લીધો. ત્યારબાદ યુવક માઈક પર અચાનક પીએમ મોદીના ગુણગાન કરવા લાગ્યો. તે એર સ્ટ્રાઈકના વખાણ કરવા લાગ્યો. ત્યારબાદ દિગ્વિજય સિંહ ભડકી ઉઠ્યા અને યુવકને જબરદસ્તી ધક્કા લગાવી મંચ પરથી નીચે ઉતારાવી દીધો

  ભોપાલ સીટ પર કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવ્યા બાદ કેટલાએ દિવસો સુધી બીજેપીમાં ઉહાપોહની સ્થિતિ બની રહી. ત્યારબાદ બીજેપીએ ભોપાલ સીટ પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવાની જાહેરાત કરી દીધી. હવે સીટ પરનો મુકાબલો રસપ્રદ બની ગયો છે.

(12:38 am IST)
  • મોડીસાંજે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર ટીપરવાને વૃદ્ધને અડફેટે લીધા :દોઢસો ફૂટ રિંગ રોડ પર નાગરિક બેન્ક સામે બીઆરટીએસ રોડ ઓળંગવા જતા વૃદ્ધને ટીપરવાને ઉડાડ્યા :108 મારફત હોસ્પિટલે ખસેડાયા access_time 7:37 pm IST

  • અભિનેતાથી નેતા બની શકે છે અક્ષયકુમાર : ગુરદાસપુરથી ટિકીટ ? : બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે : ભાજપ તેમને ગુરદાસપુરથી ટિકીટ આપે તેવી શકયતા છે : આ બેઠક અગાઉ વિનોદ ખન્નાની હતી access_time 3:23 pm IST

  • કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના પોલીંગ એજન્ટ તરીકે રહી શકાશેઃ હાઈકોર્ટનો ચુકાદો : કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના વ્યકિત પોલીંગ એજન્ટ તરીકે કામ કરી શકશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છેઃ પોરબંદર પંથકમાંથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો access_time 4:12 pm IST