Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વારાણસીની હાઈ પ્રોફાઈલ સીટ પર પીએમ મોદી વિરુદ્ધ સપાએ શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા

વારાણસીની કોંગ્રેસ તરફથી મેયરની ઉમેદવાર રહી ચૂકેલી -પૂર્વ કેન્દ્રીયમંત્રીનું પુત્રવધુ શાલિની પીએમને પડકારશે

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ વારાણસીથી પીએમ મોદી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ તેમની વારાણસીની કોંગ્રેસ તરફથી મેયરની ઉમેદવાર રહી ચૂકેલી શાલિની યાદવને મેદાનમાં ઉતારી છે

  શાલિની યાદવના સસરા સ્વર્ગીય શ્યામલાલ યાદવ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા હતા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. શાલિની યાદવ આજે બપોરે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે અને સાંજે પાર્ટીએ તેમને વારાણસીની ટિકિટ આપી છે

(10:16 pm IST)