Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

દિલ્હીમાં ભાજપ વધુ બે ઉમેદવારો જાહેર :પૂર્વ દિલ્હીથી ગૌતમ ગંભીર અને નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને ટિકિટ

 

નવી દિલ્હી :ભાજપ દ્વારા દિલ્હી લોકસભા માટે વધુ બે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે પૂર્વી દિલ્હીથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને ટિકિટ અપાઈ છે મીનાક્ષી લેખી ઉપર બીજેપીએ ફરી એક વખત દાવ ખેલ્યો છે. જ્યારે ઇસ્ટ દિલ્હીથી મહેશ ગીરીની ટિકિટ કપાઈ છે. વખતે સ્ટાર ચહેરા ઉપર દાવ લગાવતા ગૌતમ ગંભીરને મેદાનમાં ઉતાર્યો છે.

 

પહેલા  ભાજપે  ચાંદની ચોક પરથી ડો. હર્ષવર્ધન, નોર્થ ઇસ્ટ દિલ્હીમાંથી મનોજ તિવારી, વેસ્ટ દિલ્હીમાંથી પ્રવેશ વર્મા અને સાઉથ દિલ્હીમાંથી રમેશ બિધુડીને ઉમેદવાર બનાવ્યા છે.

(10:14 pm IST)