Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

પુલવામા હુમલાના દોઢ મહિનામાં જૈશ -એ-મોહમ્મ્દના મોટાભાગના આતંકીઓનો ખાત્મો બોલાવ્યો

સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના 27 સહીત 66 આતંકવાદીઓને કર્યા ઠાર :કેટલાયની ધરપકડ

શ્રીનગર ;જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ 66 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. જેમાંથી 27 આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છે. જૈશના આ આતંકીઓમાંથી 19 આતંકવાદીઓને પુલવામા હુમલા બાદ ઠાર મારવામાં આવ્યા છે.

    સેનાના સૂત્રો મુજબ પુલવામા હુમલાના 45 દિવસમાં આ ષડયંત્રમાં સામેલ જૈશ-એ-મોહમ્મદની ટુકડીના મોટા ભાગના આતંક ઠાર કરી દેવાયા છે. અથવા તો ધરપકડ કરી લેવાયા છે. જેમાં કામરાન, મુશાશિર અહેમદ ખાન, સજ્જાદ ભટ સામેલ છે. આ ઉપરાંત જૈશના ટોપ કમાન્ડરનો પણ ખાત્મો બોલાવાયો છે. જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી નિસાર અહેમદ તાંત્રે અને સજ્જાદ હાલમાં એનઆઇએની કસ્ટડીમાં છે

(8:18 pm IST)